ક્રિકેટ રમતી વખતે વધુ એક વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક, 45 વર્ષીય વ્યક્તિએ ગ્રાઉન્ડ પર દમ તોડ્યો
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી હાર્ટએટેક આવવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ઘણી વખત રમત રમતા યુવાનો પણ હ્રદયરોગના હુમલાના શિકાર બની રહ્યા છે. ત્યારે આવી જ એક રાજકોટમાં ફરી એક વાર ઘટી છે. આજે રાજકોટમા વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતા મોત નિપજ્યું છે.
રાજકોટમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત
રાજકોટમાં વધુ એક વ્યક્તિએ ક્રિકેટ રમતા રમતા દમ તોડ્યો છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે વધુ વ્યક્તિનું મોત નિપજ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ વ્યક્તિનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે.
45 વર્ષીય વ્યક્તિ ક્રિક્ટ રમતા ઢળી પડ્યો
જાણકારી મુજબ રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ક્રિકેટ રમતી વખતે 45 વર્ષીય મયુર મકવાણા અચાનક ઢળી પડ્યો હતો. જેને હાજર લોકોએ સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. અહી હોસ્પિટલમાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
રાજકોટમાં આવી જ રીતે 4 યુવકોના મોત
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આ પહેલા પણ આવી જ ઘટનામાં 4 યુવકોના મોત થયા હતા. રાજકોટમાં અગાઉ પણ ક્રિકેટ રમીને ઘરે પરત જઈ રહેલા 4 યુવકોનું હાર્ટએટેકને કારણે મોત નિપજ્યુ હતું. તેમજ સુરત, અમદાવાદમાંથી પણ આવી જ ઘટના સામે આવી હતી. ત્યારે રમત રમતા યુવાનોના હ્રદયરોગના હુમલાથી મોતએ હાલ ચિંતાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો : મરચા-મસાલાની સિઝનને લાગ્યું ભાવ વધારાનું ગ્રહણ, ગત વર્ષ કરતા દોઢ ઘણો ભાવ વધારો