ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

અમેરિકામાં વધુ એક મોટો આતંકી હુમલો, નાઈટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબારથી 11ના મૃત્યુ; જૂઓ વીડિયો

Text To Speech
  • આ ઘટના ન્યૂયોર્કના ક્વીન્સ શહેરમાં આવેલા અમાકુરી નાઈટ ક્લબમાં બની 

ન્યૂયોર્ક , 02 જાન્યુઆરી: અમેરિકામાં ફરી એકવાર મોટો હુમલો થયો છે. ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબારનો મામલો બહાર આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 11 લોકો મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના ન્યૂયોર્કના ક્વીન્સ શહેરમાં આવેલા અમાકુરી નાઈટ ક્લબમાં બની હતી.

અગાઉ ન્યૂ ઓર્લિયન્સમાં પૂરપાટ ઝડપે આવતી ટ્રકે લોકોને કચડી નાખ્યા હતા, જેમાં 15 લોકો ઘાયલ થયા હતા. થોડા કલાકો પછી, લાસ વેગસમાં ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલની બહાર ટેસ્લાના સાયબરટ્રકમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

જૂઓ વીડિયો

 

પોલીસ એલર્ટ મોડમાં

આ ઘટના બાદ ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના અનેક યુનિટો ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ આ ઘટનાના વીડિયોમાં નાઈટ ક્લબની બહાર મોટી સંખ્યામાં પોલીસ અને એમ્બ્યુલન્સ જોઈ શકાય છે. જો કે, હજુ સુધી ન્યૂયોર્ક પોલીસ વિભાગે આ સંબંધમાં કોઈ માહિતી શેર કરી નથી. આ નાઇટક્લબને શહેરના સૌથી હાઈ-એનર્જી નાઇટ સ્પોટ પૈકીનું એક માનવામાં આવે છે.

આ પણ જૂઓ: અમેરિકામાં ટ્રમ્પ ટાવરમાં ટેસ્લા સાયબર ટ્ર્કમાં વિસ્ફોટ, એક વ્યક્તિનું મૃત્યુ

Back to top button