અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

MORNING NEWS CAPSULEમાં વાંચો વડોદરામાં વધુ એક લવજેહાદ, નિવૃત્ત રમતવીરોને લઈ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, એલફેલ બોલતો મૌલવી સકંજામાં

વડોદરામાં વધુ એક લવજેહાદનો કિસ્સો સામે આવ્યો
વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં હિન્દૂ યુવતી “ફ્રી ફાયર” ગેમ રમતા રમતા પરિણીત વિધર્મી યુવાને પ્રેમમાં પડી હતી. પ્રેમ જાળમાં ફસાયેલી યુવતીને વિધર્મી યુવક કરજણ તાલુકાની આસપાસમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરજણ પોલીસ મથકમાં નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, હિન્દુ નામ ધારણ કરીને હિન્દુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવતો આ પરિણીત વિધર્મી યુવક લવજેહાદના એક કેસમાં ભરૂચ પોલીસની કસ્ટડીમાં છે.મળેલી માહિતી પ્રમાણે આ યુવતી સગીર હતી ત્યારે “ફ્રી ફાયર” ગેમ રમતી હતી અને આ ગેમ રમતા-રમતા તે વિધર્મી સિરાજ પટેલની પ્રેમ જાળમાં ફસાઈ ગઈ હતી. જે તે સમયે સગીર હોવાના કારણે યુવતીએ સિરાજને હિન્દુ યુવક સમજીને પોતાનું શરીર સોંપી દીધું હતું, જ્યારે યુવતીને પોતે વિધર્મી યુવકની જાળમાં ફસાઈ ગઇ હોવાની જાણ થતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.યુવતીને એ પણ માહિતી મળી કે, સિરાજ બે સંતાનોનો પિતા છે અને અનેક હિન્દુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવીને તેઓની જિંદગી બરબાદ કરી છે. યુવતીએ કરજણ પોલીસ મથકમાં સિરાજ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કરજણ પોલીસે સિરાજ પટેલ સામે પોક્સો સહિતની કલમ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

     

હિન્દી અને અંગ્રેજી માધ્યમના શિક્ષકો બનવા માટે TATની પરીક્ષા યોજાશે
આજે રાજ્યમાં હિન્દી અને અંગ્રેજી માધ્યમના શિક્ષકો બનવા માટે TATની પરીક્ષા યોજાશે.રાજ્યની ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટે આજે TATની પ્રિલીમ પરોક્ષ આવતીકાલે યોજાશે.અમદાવાદમાં પણ 16 બિલ્ડિંગમાં આ પરીક્ષા યોજાશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટે હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ઉમેદવારોની આજે ટીચર્સ એપ્ટીટ્યુડ ટેસ્ટ યોજાશે.અલગ અલગ 20 વિષયના શિક્ષક બનવા માટેની આ પરીક્ષા યોજાશે.રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર ઉમેદવારોની હોલ ટિકિટ મૂકવામાં આવી હતી.જેના આધારે આજે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.અમદાવાદના 16 બિલ્ડિંગના 130 બ્લોકમાં પરીક્ષા યોજાશે.અંગ્રેજી માધ્યમના 2200 અને હિન્દી માધ્યમના 800 ઉમેદવારો આ પરીક્ષા આપશે.આ પરીક્ષામાં 100 માર્ક્સ સામાન્ય અભ્યાસને લગતા જ્યારે 100 માર્ક્સ જે તે વિષયના રહેશે,એટલે કુલ 200 માર્કસની પરીક્ષા લેવાશે.આ મહિનાના અંત સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે અને મુખ્ય પરીક્ષા આગામી 17 સપ્ટેમ્બરે યોજાશે.

નિવૃત્ત રમતવીરોને લઈ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
રાજ્યમાં નિવૃત્ત રમતવીરોને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના નિવૃત રમતવીરોને રાજ્ય સરકાર દર મહિને રૂપિયા 3 હજારનું પેન્શન આપશે. જેના લાભ લેવા માટે રમતવીરોએ અરજી કરવાની રહેશે.તેમજ રમતગમતમાં રાષ્ટ્રીય ક્ષેત્રે મેડલ જીત્યો હોય તેમને પણ પેન્શન આપવામાં આવશે.રાજ્ય સરકારના આ મહત્વદાયી નિર્ણયમાં રાજ્ય તરફથી રમતમાં મોકલવામાં આવ્યા હોય તેવા સભ્યને પણ લાભ આપવામાં આવશે. જે સમગ્ર બાબતને લઈ 7 સભ્યની કમિટીએ પેન્શન આપવા અંગે આખરી નિર્ણય કર્યો છે.

સાબરમતી રિવરફ્રન્ટથી ફરી જોય રાઈડ શરૂ
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પરથી જોય રાઈડ હેલિકોપ્ટર સેવા શરૂ થઈ હતી. જે 5 મહિના અગાઉ બંધ કરવામાં આવી હતી. ત્યારે આજથી ફરીથી જોય રાઇડ શરૂ કરવામાં આવી છે. આજથી શરૂ થયેલી જોય રાઈડ શનિવાર, રવિવાર અને નેશનલ હોલી-ડેના દિવસે જ ચાલશે. મહત્વનું છે કે, બપોરે હેલિકોપ્ટર જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. અગાઉ કરતાં 100 રૂપિયા જેવો સામાન્ય ભાવ વધારો કરવામાં આવ્યો છે.10 મિનિટની હેલિકોપ્ટર જોય રાઇડ ચાલશે. જેમાં મુસાફરોને અમદાવાદના સાયન્સ સિટીના રૂટ પર લઈ જવામાં આવશે. ATC દ્વારા સિગ્નલ ના મળે અથવા એર ટ્રાફિક હશે, તો રૂટ બદલવામાં આવશે. બપોરના સમયે 3 કલાક માટે રાઈડ ચાલશે. દિવસ દરમિયાન 15 રાઈડ ચાલશે, જેમાં એક રાઈડમાં 5 વ્યક્તિઓને હેલિકોપ્ટરમાં બેસાડવામાં આવશે. રાઈડ માટે એડવાન્સ અને ઓનલાઇન બુકિંગ કરાવવાનું રહેશે. અંદાજિત 25 કિલોમીટરની આ રાઈડ રહેશે.

‘ગદર-2’ની સફળતા ઉપર કંગનાએ તોડ્યું મૌન
વિવાદીત નિવેદન માટે જાણીતી કંગના રનૌતે સની દેઓલ સ્ટારર ફિલ્મ ‘ગદર 2’ના ભરપેટ વખાણ કર્યા છે.એક્ટ્રેસે શનિવારે તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ‘ગદર 2’ ના સ્ક્રિનિંગની બહાર ઉભેલી વિશાળ ભીડનો વીડિયો શેર કર્યો હતો. આ સાથે કંગનાએ કહ્યું કે જો આ ફિલ્મ સોલો રિલીઝ થઈ હોત તો ઓપનિંગ ડે પર 65 થી 70 કરોડની કમાણી કરી શકી હોત.મહત્વનું છે કે,’ગદર 2’ની સાથે અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી સ્ટારર ‘OMG 2’ પણ રિલીઝ થઈ છે. ‘OMG 2’ એ પહેલા દિવસે 10.26 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જ્યારે ‘ગદર 2’ એ 40 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

રાષ્ટ્રગાન મામલે મૌલવીની ધરપકડ
પોરબંદરની નગીના મસ્જીદના મૌલવીએ ‘મુસ્લિમોએ રાષ્ટ્રગાન ન ગવાય’ અને ‘તિરંગાને સલામી ન અપાય’ તેવો એક ઓડિયો સોશિયલ મીડિયામાં થોડા દિવસ પહેલા વાયરલ કર્યો હતો. આ બાબતે મુસ્લિમ સમાજના 3 યુવાનો મૌલવી પાસે પહોંચ્યા હતા અને રાષ્ટ્રધ્વજ તથા રાષ્ટ્રગાનના વિરોધની વાત અમારા ગળે ઉતરતી નથી એટલું કહેતા મૌલવી વાસીફ રઝા સહિતના તેમના સાથીદારો ઉશ્કેરાઇ ગયા હતા અને તે ત્રણેયને ઉભા કરી ધક્કા મારવા લાગ્યા હતા. વાસીફ રઝાએ તેમના ખભા પકડયા હતા તેમજ તેમના સાથીદાર ઇબ્રાહીક સંઘારે તેમને થપાટો મારી હતી. સાથે જ મૌલવી અને તેના મળતીયાઓ ઉશ્કેરાઇ આ ત્રણ યુવાનોને બહાર મુસ્લિમ ધર્મમાંથી બહાર કાઢી મુકશું તેમ કહી ધમકીઓ આપી, ગાળો કાઢીને માર માર્યો હતો. આ ત્રાસથી આ ત્રણેય યુવાનોએ ગઇકાલે ફિનાઇલ પી લઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેવું નિવેદન હોસ્પિટલના બિછાનેથી આ ત્રણેય યુવકોએ આપતા મૌલવી સામે ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.

Back to top button