ગુજરાતટોપ ન્યૂઝ

MORNING NEWS CAPSULEમાં વાંચો અમદાવાદમાં વધુ એક લવજેહાદ, સીમા હૈદર ભારત આવતા બે જવાનો સસ્પેન્ડ, જાણો કેદારનાથ યાત્રાના ગૌરીકુંડની સ્થિતિ

અમદાવાદમાં વધુ એક સગીરા બની લવજેહાદનો ભોગ
રાજ્યમાં લવજેહાદના કિસ્સા સતત વધી રહ્યા છે. એવામાં અમદાવાદમાંથી વધુ એક લવ જેહાદનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના ઈસનપુર ખાતે રહેતી 16 વર્ષીય સગીરાને ઈલિયાસ નામના યુવકે યશ નામ જણાવીને પ્રેમ જાળમાં ફસાવી હતી. જે બાદ ઈલિયાસે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે સગીરાને યુવકનું અસલી નામ ઈલિયાસ હોવાનું જણવા મળતા જ તેના પગ નીચેથી જમીન ખસી ગઈ છે. સગીરાએ સમગ્ર હકીકત તેની માતાને જણાવી હતી.જેથી સગારાની માતા તાત્કાલિક ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી.હાલ આ મામલે પોલીસની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી છે.

અલકાયદાના આતંકીઓ ઝડપાયા બાદ પોલીસ એક્શનમાં
રાજકોટના સોનીબજારમાં કારીગર તરીકે કામ કરતાં 3 આતંકીઓ ઝડપાયા બાદ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે.ત્યારે આતંકીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ આતંકીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ત્રણેય બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાના આદેશની રાહ જોઇ રહ્યા હતા.મહત્વનું છે કે ત્રણ આતંકીઓ તેમના પાસે રહેલા હથિયારને ચલાવવાની ઓનલાઇન ટ્રેનિંગ પણ લેતા હતા. આતંકીઓ પાસે મળી આવેલા સેમિ ઓટોમેટિક હથિયારો કેવી રીતે ચલાવવા તેને લઇને આતંકીઓને તેમના આકાઓ ઓનલાઇન ટ્રેનિંગ આપતા હતા. જોકે ટ્રેનિંગ બાદ કોઇ આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાનો આદેશ મળે તે પહેલા જ આતંકીઓને ઝડપી લેવાતાં ગુજરાતમાં સંભવિત આતંકી હુમલાની ઘાત ટળી છે.બીજી તરફ અલકાયદાના આતંકીઓ ઝડપાયા બાદ પોલીસ એક્શનમાં આવતી જોવા મળી છે. પોલીસ કમિશનર દ્વારા રાજકોટમાં જે સોનીબજારમાંથી આતંકીઓ ઝડપાયા છે. ત્યાં તમામ લોકોનો રેકોર્ડ અને ઓળખપત્રોની નોંધણી માટે પોલીસે આદેશ કર્યો છે.

વધુ વાંચો : રાજકોટ : શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા બાદ સોની બજારમાં પોલીસનો સપાટો, આટલા લોકો સામે કાર્યવાહી

અમદાવાદ ટ્રાફિક-પોલીસનો ખાસ મોન્સૂન પ્લાન
અમદાવાદમાં વરસાદ પડતાં જ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વરસાદમાં પાણી ભરાવવાને કારણે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાય છે. આ સમસ્યાથી બચવા માટે લોકો શોર્ટકટ અને સૌથી ઝડપી રસ્તો શોધે છે અને ઘણી વખત મુશ્કેલીમાં પણ મુકાઈ જાય છે. જેને ધ્યાને રાખી અમદાવાદ ટ્રાફિક-પોલીસ ડીસીપીએ આ વખતે ખાસ મોન્સૂન પ્લાન તૈયાર કર્યો છે, જેમાં લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને દરેક ટ્રાફિક-પોલીસકર્મી રસ્તા પર રહીને જ્યાં સુધી ટ્રાફિક નિયમન સરળ ના થાય, એટલે કે રાબેતા મુજબ ના થાય ત્યાં સુધી પોતાની જગ્યા નહીં છોડે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વરસાદી પાણીમાં ક્યાંય પણ અટવાયા હોવ તો તમે ટ્રાફિક હેલ્પલાઈન નંબર 1095 પર કોલ કરીને મદદ માગી શકો છો.

જ્ઞાનવાપીના ASI સર્વે શરૂ
અલ્હાબાદ હાઈકોર્ટની મંજૂરી મળ્યા બાદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમે વારાણસીના જ્ઞાનવાપી સંકુલનો સર્વે શરૂ કરી દીધું છે.આ વખતે ASIની ટીમમાં 61 સભ્યો છે. એટલે કે છેલ્લી વખત કરતાં 40 સભ્યો વધુ.જ્ઞાનવાપી કેમ્પસ 4 બ્લોકમાં વહેંચાયેલું છે. ચારેબાજુ કેમેરા લગાવવામાં આવ્યા છે. વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. જ્ઞાનવાપીની પશ્ચિમ દીવાલ પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. દીવાલનું ઝીણવટથી સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. કલાકૃતિઓ જોવામાં આવી રહી છે.હિંદુ પક્ષ એએસઆઈ સાથે અંદર ગયો છે, જ્યારે મુસ્લિમ પક્ષે સર્વેમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો છે. મુસ્લિમ પક્ષ જ્ઞાનવાપી સુધી પહોંચ્યો ન હતો. જુમાને જોતાં રાજ્યમાં હાઈ એલર્ટ રાખવામાં આવ્યું છે. જ્ઞાનવાપીની આસપાસ મોટી સંખ્યામાં ફોર્સ તહેનાત કરવામાં આવી છે.

ભારત-નેપાળ સરહદ પર સુરક્ષામાં તૈનાત બે જવાન સસ્પેન્ડ
સીમા હૈદર કેસમાં ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ નેપાળ દ્વારા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદરના મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારત-નેપાળ સરહદ પર સુરક્ષામાં તૈનાત એક SSB ઈન્સ્પેક્ટર અને એક જવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને સામે ફરજમાં બેદરકારી દાખવવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં SSBએ બંનેને દોષિત ગણાવ્યા.મહત્વનું છે કે, સીમા તેના બાળકો સાથે નેપાળ બોર્ડર ઓળંગીને આ રસ્તેથી ભારતમાં પ્રવેશી અને પછી ગ્રેટર નોઈડા પહોંચી. એજન્સીના સમાચાર મુજબ સશસ્ત્ર સીમા બલની 43મી બટાલિયનના ઈન્સ્પેક્ટર સુજીત કુમાર વર્મા અને હેડ કોન્સ્ટેબલ ચંદ્ર કમલ કલિતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કારણ કે 13 મેના રોજ ઉત્તર પ્રદેશના સરહદી જિલ્લા સિદ્ધાર્થ નગરમાં આ બંને દ્વારા પેસેન્જર વાહનની તપાસ કરવામાં આવી હતી જેમાં સીમા તેના ચાર બાળકો સાથે મુસાફરી કરી રહી હતી.

વધુ વાંચો : સીમા હૈદરના ભારતમાં પ્રવેશ પર SSBની કાર્યવાહી, નેપાળ બોર્ડર પર બસની તપાસ માટે રાખેલા 2 જવાન સસ્પેન્ડ

હરિયાણામાં હિંસાના આરોપીઓ સામે પોલીસની કડક કાર્યવાહી
હરિયાણામાં હિંસાના આરોપીઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 5 જિલ્લામાં 93 FIR નોંધાઈ છે. 176 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એકલા નૂહમાં 46 એફઆઈઆર નોંધાઈ છે. સોમવારે નૂહમાં નીકળેલા સરઘસ પર પથ્થરમારો થયા બાદ જ બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ સિવાય નુહના એસપી વરુણ સિંગલાની પણ બદલી કરવામાં આવી છે.

ગૌરીકુંડમાં મોડી રાત્રે ભારે વરસાદને કારણે તબાહી
ઉત્તરાખંડમાં ફરી એકવાર ભારે મેઘમહેર વચ્ચે રૂદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના મુખ્ય સ્ટોપ ગૌરીકુંડમાં મોડી રાત્રે ભારે વરસાદને કારણે તબાહી મચી ગઈ હતી. અહીં પહાડી પરથી કાટમાળ પડતાં બે દુકાનો ધરાશાયી થઈ ગઈ હતી. દુર્ઘટના સમયે ઘણા લોકો દુકાનોમાં સૂતા હતા. ગૌરીકુંડના સેક્ટર ઓફિસરે જણાવ્યું કે, કાટમાળ નીચે ઘણા લોકો દટાયા છે. SDRF પાસેથી મળેલી માહિતી અનુસાર લગભગ 13 લોકો લાપતા થયા છે. જેમાં નેપાળી અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે.

Back to top button