નેશનલ

કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત; 4 મહિનામાં 8મો ચિત્તો મર્યો

Text To Speech

ભોપાલ: કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં વધુ એક ચિત્તાનું મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. સૂરજ નામનો ચિત્તા આજે સવારે ઇન્ક્લોઝર બહાર મૃત હાલતમાં મળી આવ્યો હતો. બીજી તરફ 11 જુલાઈના રોજ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક (KNP)માં એક નર ચિત્તાનું મૃત્યુ થયું હતું. મોનિટરિંગ ટીમને નર ચિત્તો તેજસ ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. આ પછી તેની સારવાર કરવામાં આવી પરંતુ તેનો જીવ બચી શક્યો નહતો. તેજસના મૃત્યુ બાદ કુનો નેશનલ પાર્કમાં 4 ચિત્તા અને 3 બચ્ચા બચ્યા છે.

નર ચિતા તેજસના મૃત્યુના એક દિવસ પછી તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે તે “આંતરિક રીતે નબળો” હતો અને માદા ચિત્તા સાથેની હિંસક લડાઈ પછી “આઘાત”માંથી બહાર આવી શક્યો ન હતો. માર્ચથી અત્યાર સુધીમાં કૂનો નેશનલ પાર્કમાં સાત ચિત્તાના મોત થયા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચિત્તાનું વજન લગભગ 43 કિલો હતું, જે સામાન્ય નર ચિત્તાના વજન કરતા ઓછું છે અને તેના શરીરના આંતરિક અંગો યોગ્ય રીતે કામ કરી રહ્યા નહતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવી સ્થિતિમાં તેના સ્વસ્થ થવાની સંભાવના ઘણી ઓછી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘મૃત્યુનું પ્રથમ દૃષ્ટિએ કારણ જીવલેણ આઘાત છે.’

આ પણ વાંચો-ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસે ભારતનું અભૂતપૂર્વ સન્માન; પીએમ મોદીને બેસ્ટિલ ડે પરેડમાં બનાવ્યા ગેસ્ટ ઓફ ઓનર

Back to top button