બિઝનેસ

વધુ એક છટણી ! સ્ટાર્ટઅપ કંપની MyGate તેના 30 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા

Text To Speech

કોમ્યુનિટી અને સિક્યુરિટી મેનેજમેન્ટ સ્ટાર્ટઅપ માયગેટે તેના 30 ટકા કર્મચારીઓને છૂટા કર્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપે છેલ્લા પખવાડિયામાં મિડ-મેનેજમેન્ટ અને જુનિયર ભૂમિકાઓમાં કર્મચારીઓની છટણી કરી છે.

માય ગેટે તેના 30 ટકા કર્મચારીઓને છૂટા કર્યા

કોમ્યુનિટી અને સિક્યુરિટી મેનેજમેન્ટ સ્ટાર્ટઅપ માય ગેટે તેના 30 ટકા કર્મચારીઓને છૂટા કર્યા છે. બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપે છેલ્લા પખવાડિયામાં મિડ-મેનેજમેન્ટ અને જુનિયર ભૂમિકાઓમાં કર્મચારીઓની છટણી કરી છે. એક રિપોર્ટ અનુસાર, કંપનીએ અલગ-અલગ શહેરોના ઘણા વિભાગોમાં આ છટણી કરી છે. ઉલ્લેખનીય છે કે માયગેટ સિવાય અન્ય ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓએ અગાઉ તેમના 30 ટકા કર્મચારીઓને છૂટા કર્યા હતા. તેમાં Tencent Holdings અને Tiger Global જેવી કંપનીઓના નામ પણ સામેલ છે. આ બંને કંપનીઓએ ડિસેમ્બર 2023માં આ છટણી કરી હતી.

માય ગેટમાં છટણી-humdekhengenews

છટણી બાદ હવે માત્ર આટલા કર્મચારીઓ બચ્યા

કમ્યુનિટી અને સિક્યુરિટી મેનેજમેન્ટનું કામ કરતી બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ કંપનીની છટણીના નિર્ણય બાદ હવે કર્મચારીઓની કુલ સંખ્યા 600થી ઘટીને માત્ર 400 થઈ ગઈ છે. આ કંપનીમાં કુલ 200 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, કંપનીએ તેના કેટલાક કર્મચારીઓને બે મહિનાનો પગાર ઓફર કર્યો છે.

આ કારણે કરાઈ છટણી

આ છટણીની સૌથી વધુ અસર જુનિયર અને મિડ-લેવલના કર્મચારીઓ પર પડી છે. કેટલાક સમયથી બજારમાં ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓને ભંડોળ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં આ કંપનીઓ મોટા પાયે લોકોને છટણી કરી રહી છે.

આ પણ વાંચો : મોરબી પુલ દુર્ઘટનામાં ઓરેવા દ્વારા મૃતકોને 3 લાખ આપવાની રજૂઆત, વધુ સુનાવણી આવતીકાલે

Back to top button