ગુજરાતમાં આર્થિક હિતો માટે રોલા પાડતો વધુ એક ‘કિરણ પટેલ’નો ભાંડો ફુટયો
- નકલી અધિકારી બની સરકારના ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ‘વેપાર’ શરૂ કર્યો!
- હિમાંશુ પટેલ સચિવાલયમાં અનેક સિનિયર સચિવો સાથે ઘરેબો ધરાવે છે
- ક્રાઈમ બ્રાન્ચે ઘરપકડ કર્યા બાદ મંત્રીઓ અને સેક્રેટરીમાં સ્તબ્ધતા
ગુજરાતમાંથી વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓ સાથેના ફોટો દેખાડી રોલા પાડનારો વધુ એક ‘કિરણ’ પકડાયો છે. જેમાં હિમાંશુ પટેલે ધરોઈ નજીક સરકારના ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ‘વેપાર’ શરૂ કર્યો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે પકડેલા અમદાવાદના હિમાંશુ પટેલ સાથે અનેક IAS, સિનિયર સેક્રેટરીઓના સંબંધો ઉજાગર થયા છે. સચિવાલયના સચિવોથી લઈને મંત્રીઓ સહિત સૌ કોઈ ચોંકી ઉઠયા છે.
આ પણ વાંચો: ગાંધીનગર RTOમાંથી ઝડપાયેલ નકલી આર્મી જવાનના લાયસન્સ કૌભાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો
આર્થિક હિતો માટે રોલા પાડતો વધુ એક ‘કિરણ પટેલ’નો ભાંડો ફુટયો
PM નરેન્દ્ર મોદીથી શરૂ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ, સરકારમાં પૂર્વ અને વર્તમાન પદાધિકારીઓ, IAS- IPS સહિત સિનિયર ઓફિસરો સાથેની તસ્વીરો દેખાડી જમીન સહિત આર્થિક હિતો માટે રોલા પાડતો વધુ એક ‘કિરણ પટેલ’નો ભાંડો ફુટયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધોળકામાં પ્લોટિંગ સ્કિમમાં 39 લાખની છેતરપીંડીના ગુનામાં પકડેલા હિમાંશુ પટેલને પડક્યાની જાણ અહીના સચિવાલયમાં થતા સચિવોથી લઈને મંત્રીઓ સહિત સૌ કોઈ ચોંકી ઉઠયા હતા.
આ પણ વાંચો: અમદાવાદ: ગાડી ચોરી થઇ અને પોલીસ ફરિયાદ મોડી થતા વીમા કંપનીએ હાથ ખંખેર્યા
હિમાંશુ પટેલ સચિવાલયમાં અનેક સિનિયર સચિવો સાથે ઘરેબો ધરાવે છે
ગુજરાત સરકારની વાઈબ્રન્ટ સમિટ, ડિફેન્સ એક્સ્પો જેવી અનેક ઈવેન્ટમાં બિઝનેસ ડેલિગેશનોની વચ્ચે અચૂક જોવા મળેતો અમદાવાદનો હિમાંશુ પટેલ સચિવાલયમાં અનેક સિનિયર સચિવો સાથે ઘરેબો ધરાવે છે. એથી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઘરપકડ કર્યા બાદ અહીં મંત્રીઓ અને સેક્રેટરીમાં સ્તબ્ધતા પ્રસરી છે. હિમાંશુ પટેલે ધરોઈ પાસે સરકાર દ્વારા તૈયાર થતા ડેવપમેન્ટ પ્રોજેક્ટ નજીકના ગામોમાં ખેડૂતો પાસેથી જમીનો ખરીદવા કે લીઝ ઉપર લઈને રિસોર્ટ ડેવલપ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તસ્વીરોનો વ્યાપક ઉપયોગ કર્યાનું પણ ક્રાઈમ બ્રાન્ચના ધ્યાને આવ્યુ છે. આ પ્રકારના વેપાર માટે હિમાંશુએ ફિલ્મ, ફેશન સેક્ટરની અનેક સેલિબ્રિટીઓને પણ ધરોઈ ડેમ સાઈટ તેમજ પોતાના તારંગા ટ્રેન્સ હિલ પ્રોજેક્ટની વિઝીટ કરાવી હતી.