બિઝનેસ

વધુ એક IT કંપનીએ બે – બે નોકરીઓ કરતા કર્મચારીઓના રાજીનામાં લીધા

Text To Speech

દેશની વધુ એક જાણીતી IT કંપનીએ બે – બે નોકરીઓ કરતા કર્મચારીઓ સામે આકરું વલણ અપનાવતા તેમને નોકરીમાંથી બરતરફ કરી નાખ્યા છે. આ અગાઉ પણ બે કંપનીઓ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું. જેના કારણે આઈટી સેકટરમાં ખળભળાટ મચી ગયો છે.

વિપ્રો અને ઇન્ફોસીસ પછી હેપીએસ્ટ માઈન્ડ્સ ટેક.નું પગલું

વિપ્રો પછી વધુ એક આઈટી કંપનીએ મૂનલાઈટિંગ કરનારા કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) સેક્ટરની કંપની હેપીએસ્ટ માઈન્ડ્સ ટેક્નોલોજીએ આવું કરનારા કર્મચારીઓ સામે કાર્યવાહી કરતા કહ્યું છે કે કર્મચારીઓને એક સાથે બે સંસ્થાઓ માટે કામ કરવા માટે સ્વીકારવામાં આવશે નહીં. કંપનીએ કહ્યું છે કે જો કોઈ આવું કરશે તો તે જોબ કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન હશે. નોંધનીય છે કે અગાઉ ભારતની IT જાયન્ટ ઇન્ફોસીસે પણ સ્પષ્ટતા કરી છે કે તે બેવડા રોજગારને સમર્થન આપતું નથી. હેપીએસ્ટ માઈન્ડ્સ ટેક્નોલોજીએ જણાવ્યું છે કે તેણે છેલ્લા 12 મહિનામાં મૂનલાઈટિંગ સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓને છૂટા કર્યા છે. જોકે, IT કંપનીએ કેટલા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે તેની સંખ્યા જાહેર કરી નથી. જો કે, હેપીએસ્ટ માઇન્ડ્સના વાઇસ-ચેરમેન જોસેફ અનંતરાજુએ કહ્યું કે આ કાર્યવાહી છેલ્લા છથી 12 મહિનાની વચ્ચે કરવામાં આવી છે. નોંધનીય છે કે 30 સપ્ટેમ્બર, 2022ના રોજ લગભગ 4,581 કર્મચારીઓ કાર્યરત હતા અને કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 33.7 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. હેપીએસ્ટ માઈન્ડ્સના વાઇસ ચેરમેન જોસેફ અનંતરાજુએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે કંપનીને પહેલેથી જ સૂચના આપી દીધી છે કે કંપનીમાં મૂનલાઇટિંગ સ્વીકારવામાં આવશે નહીં. આ પછી પણ જો તેઓ આમ કરે છે તો તે કંપની સાથેના તેમના કરારનો ભંગ છે.

ઇન્ફોસીસના સીઈઓએ આ અંગે આપ્યું આવું નિવેદન

આ પહેલા ભારતની બીજી સૌથી મોટી આઈટી સર્વિસ કંપની ઇન્ફોસીસે પણ આવી જ કાર્યવાહી કરી હતી. કંપનીના સીઈઓ સલિલ પારેખે જણાવ્યું હતું કે નોકરી ઉપરાંત અન્ય કામ કરતા કર્મચારીઓને છેલ્લા 12 મહિનામાં કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. જોકે, કંપનીએ ‘મૂનલાઇટિંગ’ માટે કેટલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે તે અંગે કોઈ માહિતી આપી નથી. સલિલ પારેખે કહ્યું હતું કે અમે બેવડા રોજગારને સમર્થન આપતા નથી. છેલ્લા એક વર્ષમાં અમે એવા લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે જેઓ ‘મૂનલાઈટિંગ’ કરતા જોવા મળ્યા છે.

વિપ્રોએ પણ કર્યો હતો કંઈક આ પ્રકારનો ખુલાસો

દરમિયાન ગયા મહિને અગાઉ વિપ્રોના ચેરમેન રિષદ પ્રેમજીએ પણ આવી જ કાર્યવાહી કરી હતી. નંબર જાહેર કરતી વખતે તેણે જણાવ્યું હતું કે તેમની કંપનીએ આવા લગભગ 300 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે વિપ્રોમાં એવા કર્મચારીઓ માટે કોઈ સ્થાન નથી કે જેઓ વિપ્રોમાં કામ કરતી વખતે આઈટી ક્ષેત્રની અન્ય કંપનીઓ માટે કામ કરે છે.

Back to top button