ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું અકાળ મૃત્યુ

Text To Speech
  • ઓહાયોના સિનસિનાટીમાં લિન્ડર સ્કૂલ ઓફ બિઝનેસમાં વિદ્યાર્થી કરતો હતો અભ્યાસ 

USA, 2 ફેબ્રુઆરી: અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. આ વખતે આ ઘટના ઓહાયોના સિનસિનાટીથી પ્રકાશમાં આવી છે. અમેરિકામાં એક અઠવાડિયામાં ભારતીય વિદ્યાર્થીના મૃત્યુનો આ ત્રીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો કે વિદ્યાર્થીના મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અહેવાલો અનુસાર, વિદ્યાર્થીની ઓળખ શ્રેયસ રેડ્ડી તરીકે કરવામાં આવી છે અને તે લિન્ડર સ્કૂલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કરતો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટના વિશે વધુ વિગતો આપ્યા વિના, કોન્સ્યુલેટે કહ્યું કે, અમે પરિવારના સતત સંપર્કમાં છીએ અને તેમને શક્ય તમામ મદદ કરી રહ્યા છીએ.

મામલાની ગંભીરતાથી થઈ રહી છે તપાસ

આ દરમિયાન, ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ગુરુવારે કહ્યું કે, આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો આ ઘટનામાં કોઈ પણ પ્રકારની આશંકા હોવાની શક્યતા જણાતી નથી. કોન્સ્યુલેટે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઓહાયોમાં ભારતીય મૂળના વિદ્યાર્થી શ્રેયસ રેડ્ડી બેનિગેરીના કમનસીબ મૃત્યુથી તે ખૂબ જ દુઃખી છે.

આ અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી

આ ઘટના વિશે વધુ વિગતો આપ્યા વિના, કોન્સ્યુલેટે કહ્યું કે, અમે પરિવારના સતત સંપર્કમાં છીએ અને તેમને શક્ય તમામ મદદ કરી રહ્યા છીએ. ભારતમાં બેનિગેરીના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી છે. આશા છે કે તેના પિતા ટૂંક સમયમાં ભારતથી અમેરિકા આવશે.

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુની ઘટનાઓ સતત બની રહી છે

જ્યોર્જિયા રાજ્યના લિથોનિયા શહેરમાં 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થી વિવેક સૈની પર જુલિયન ફોકનર દ્વારા જીવલેણ હુમલો કર્યાના થોડા દિવસો બાદ આ ઘટના બની હતી. અગાઉ, યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અર્બના-શૈંપેનનો 18 વર્ષીય વિદ્યાર્થી અકુલ બી. ધવન ગયા મહિને હાઇપોથર્મિયાના લક્ષણો સાથે મૃત હાલતમાં મળી આવ્યો હતો. ધવન કથિત રીતે 20 જાન્યુઆરીની સવારે ગુમ થયો હતો અને લગભગ 10 કલાક પછી યુએસ રાજ્ય ઇલિનોઇસમાં વેસ્ટ અર્બાનામાં યુનિવર્સિટી કેમ્પસ પાસેની એક બિલ્ડિંગમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

આ પણ જુઓ : US: માતાએ પુત્રને શોધવા કરી હતી અપીલ, ભારતીય વિદ્યાર્થીનો યુનિવર્સિટીમાંથી મળ્યો મૃતદેહ

Back to top button