રાજકોટમાં ફરી અંધશ્રદ્ધાની ચકચારી ઘટના ! ડોક્ટરની સલાહ માનવાને બદલે ભુવાના શરણે પહોંચ્યું દંપતી પછી..
- રાજકોટમાં અંધશ્રદ્ધાને નામે છેતરપિંડીનો અનોખો કિસ્સો
- દંપતીએ ડોક્ટરની સલાહ ન માની અને ભુવા પાસે ગયા
- ભુવાએ દંપતી પાસેથી 1.30 લાખ રૂપિયા ખંખેરી નાખ્યા
આજના ટેકનોલોજીના જમાનામાં પણ અનેક લોકો અંધશ્રદ્ધમાં ફસાયેલા જોવા મળતા હોય છે. ખાસ કરીને છેવાડાના ગામડાઓમા રહેતા લોકોમા આ પ્રકારની અંધશ્રદ્ધા જોવા મળતી હોય છે. કેટલીક વખત અંધશ્રદ્ધને કારણે ક્રાઈમની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. લગભગ એક અઠવાડિયા પહેલા જ રાજકોટમાં અંધશ્રધ્ધામા આવીને એક દંપતીએ હવન કુંડમાં શિશ હોમી દીધું હતું. હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે આજે રાજકોટમાં ફરીએક વાર આ પ્રકારની ઘટના સામે આવી છે.
રાજકોટમાં ફરી અંધશ્રદ્ધાનો કિસ્સો આવ્યો સામે
રાજકોટમાં ફરી એક વાર અંધશ્રદ્ધાનો અનોખો કિસ્સો આવ્યો છે. રાજકોટના કાંગશીયાળી ગામમાં એક દંપતીએ ડોક્ટરોની સલાહને અવગણીને ભુવાની સલાહ માની અને તેના કારણે તેઓ મુશ્કેલીમા મુકાયા છે. ભૂવાએ રુપિયા પડાવી લીધા પરંતુ સમસ્યાનું સમાધાન ન થતા તેઓએ ફરિયાદ નોંધાવી છે.
ભુવાની વાતમાં આવી ડોકટરની સલાહ માની નહિ
ફરિયાદમાં નોંધાયેલ વિગતો મુજબ કાંગસિયાળી ગામના બકુલ ચાવડા નામના વ્યક્તિના લગ્ન જીવનના દસ વર્ષ બાદ પણ સંતાનની પ્રાપ્તિ થઈ નહોતી. અને દશ વર્ષ બાદ સંતાન સુખના સારા સમાચાર મળ્યા હતા. જે બાદ તેઓએ દવા માટે ડોક્ટર પાસે ગયા જ્યા ડો. તેઓને ગર્ભનું બાળક અવિકસીત-અપંગ, વિકલાંગ હોય તો તેને દુર કરવુ હિતાવહ છે તેવી સલાહ આપી હતી. પરંતુ આ દંપત્તિએ ડોક્ટરની સલાહને અવગણીને ન્યારા ગામના ભુવા મોહન પાસે ગયા હતા.જ્યા આ ભૂવાએ ધૂણીને, દાણા આપી જણાવ્યું કે, ‘ગર્ભનું બાળકને દૂર કરશો નિહ, ડોકટરો ખોટું બોલે છે. તેની કોઈ ચાલ લાગે છે’, ‘ગર્ભ આસપાસ હું સુરક્ષા ચક્ર મુકી દઈશ. બાળક તંદુરસ્ત જ આવશે ચિંતા કરશો નહિ’. અને ભૂવાએ દંપત્તિ પાસે માંડવો, તાવો, મંદિર કરવાના નામે રૂપિયાની માંગણી હતી. અને આ દંપત્તિએ એક લાખ ત્રીસ હજાર જેટલા રુપિયા આ ભૂવાને આપી દીધા હતા.
દંપતીએ નોંધાવી ફરિયાદ
ભુવાના કહેવાથી આ દંપત્તિના ઘરે પુત્રનો જન્મ થયો પરંતુ બાળક કાચની ખોટ સાથે માનસિક અપંગ આવ્યો હતો. અને બાળક અપંગ હોવાથી પોતાની જાતે કંઈ કરી શકતુ નથી. જેથી આ પરિવાર ભૂવા પાસે ગયો અને ભૂવાને કહ્યું તેમને માંગેલા રૂપિયા પણ આપ્યા જોકે આમ છતાં બાળક અપંગ જન્મ્યું છે. જેના કારણે તેમની મુશ્કેલી વધી હોવાનું પરિવારે જણાવ્યું. પરિવારે ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતુ કે અમે આ ભૂવાને રુપિયા પરત આપવાનુ કીધું તો તે અમને ધાક-ધમકી આપે છે અને કહે છે કે મારી દયાથી પુત્ર આવ્યો છે. અને હવે જિંદગીમાં ક્યારેય સંતાન નહિ થાય’તેમજ તેઓને મારી નાખવાની ધમકી આપતો હોવાની પણ ફરિયાદ કરી છે.
આ પણ વાંચો : પૂર્વ સાંસદ આનંદ મોહન 16 વર્ષ બાદ જેલમાંથી મુક્ત, જાણો શું હતો મામલો