અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદમા હીટ એન્ડ રનનો વધુ એક બનાવ,બેફામ કાર ચાલકે દંપતીને અડફેટે લીધા

Text To Speech

અમદાવાદ શહેરમાં છેલ્લા લકેટલાક સમયથી હીટ એન્ડ રનની ઘટનામા સતત વધારો થઈ રહ્યો છે. બેફામ રીતે વાહન હંકારતા લોકોને કારણે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાંથી હીટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પૂરપાટ ઝડપે આવેલી કારે એક્ટિવા પર સવાર દંપતીને અડફેટે લીધા હતા. જેમાં પતિનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવી છે.

કાર ચાલકે દંપતીને અડફેટે લીધા

આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના નવા વાડજ ખાતે રહેતા નીતિનભાઈ તેમના પત્ની રાત્રીના સમયે એક્ટિવા પર શાહપુરથી નવા વાડજ જઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી કારે એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા સવાર નીતિનભાઈનું મૃત્યુ થયું હતું, જ્યારે તેમની પત્ની ગાયત્રીબેનને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. જ્યારે કાર ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

Accident Cartoon-humdekhengenews

પોલીસે હાથ ધરી તપાસ

આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પોલીસે આ ઘટના મામલે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

 આ પણ વાંચો : 9 Years Of Modi Government : PM બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાત માટે શું કર્યું ? 

Back to top button