ISRO નો વધુ એક ઈતિહાસ, આજે રાત્રે એકસાથે 36 ઉપગ્રહોનું LVM-3 કરશે પ્રક્ષેપણ !
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન વધુ એક ઈતિહાસ રચવા તૈયાર છે. ISROનું LVM-3 23 ઑક્ટોબરની રાત્રે રોકેટ વનવેબના 36 ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરવાનું છે. ISROના સૌથી ભારે રોકેટ લોન્ચ વ્હીકલ માર્ક-3 દ્વારા શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરમાંથી 36 બ્રોડબેન્ડ કમ્યુનિકેશન સેટેલાઇટના પ્રક્ષેપણ માટેનું કાઉન્ટડાઉન ગત રાત્રે શરૂ થયું હતું. ઈસરોએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ‘LVM3-M2/OneWeb India-1 મિશન’નું લોન્ચિંગ 22-23 ઓક્ટોબરની મધ્યરાત્રિએ પ્રસ્તાવિત છે, જેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
LVM3 M2/ OneWeb India-1 Mission:
Watch the launch LIVE at https://t.co/5rpGYdk5Ea or https://t.co/9V2HLq8N34 from 11:37 pm (IST) today.
Access https://t.co/5rpGYdk5Ea for brochure, gallery, teaser video. @OneWeb
— ISRO (@isro) October 22, 2022
‘વનવેબ’ એક ખાનગી સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપની છે. ભારતી એન્ટરપ્રાઇઝએ વનવેબમાં મુખ્ય રોકાણકાર અને શેરહોલ્ડર છે. આ ઝુંબેશ એલવીએમ-3ને વૈશ્વિક કોમર્શિયલ લોન્ચ સર્વિસ સેક્ટરમાં વિશેષ ઓળખ અપાવશે એમ નિવેદનમાં જણાવાયું છે. ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ એક સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ જે ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ હેઠળ કામ કરે છે. NSIL દ્વારા LVM-3નું આ પ્રથમ વ્યાપારી પ્રક્ષેપણ છે. તેમણે કહ્યું હતું કે, આવતા વર્ષના પ્રથમ છ મહિનામાં 36 OneWeb ઉપગ્રહો LVM-3 દ્વારા મોકલવામાં આવશે. આ પ્રક્ષેપણ સાથે LVM-3 વૈશ્વિક કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચ માર્કેટમાં પ્રવેશ કરશે. ‘LVM-3’ અગાઉ ‘GSLV Mk-3’ રોકેટ તરીકે ઓળખાતું હતું.
આ પણ વાંચો : મધ્યપ્રદેશમાં અકસ્માત થતાં 14 લોકોના મૃત્યુ ,40 ઈજાગ્રસ્ત
બેંગ્લોર ખાતે આવેલ ISROના મુખ્યાલયે જણાવ્યું હતું કે ‘LVM-3-M2/OneWeb India-1 મિશન’નું પ્રક્ષેપણ 23 ઓક્ટોબરે ભારતીય સમય અનુસાર 12:07 વાગ્યે નિર્ધારિત છે. આ મહિનાની શરૂઆતમાં ISROએ જણાવ્યું હતું કે, ન્યુસ્પેસ ઇન્ડિયા લિમિટેડ એક જાહેર ક્ષેત્રના કેન્દ્રીય સાહસ જે અવકાશ વિભાગ અને સ્પેસ એજન્સીની વ્યાપારી શાખા હેઠળ કાર્યરત છે, તેણે યુકે સ્થિત નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ સાથે બે લોન્ચ સેવા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારો હેઠળ વનવેબના લો-ઓર્બિટ બ્રોડબેન્ડ કમ્યુનિકેશન સેટેલાઇટ્સ LVM-3 રોકેટ દ્વારા લોન્ચ કરવાના હતા.