પાકિસ્તાનની જેલમાં બંધ વધુ એક ગુજરાતીનું મોત નીપજ્યું


- 26 દિવસ બાદ આજે મૃતદેહ ભારત પરત ફરશે
- માછીમારની અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો
- પરિવારને અંતિમ સંસ્કાર માટે મૃતદેહ સોંપવામાં આવશે
પાકિસ્તાનની જેલમાં બંધ વધુ એક ગુજરાતીનું મોત નીપજ્યું છે. ઉનાના સોખડાના માછીમારીનું બીમારીના લીધે 23 જાન્યુઆરીએ મોત નીપજ્યું હતું, ત્યારે 26 દિવસ બાદ આજે મૃતદેહ ભારત પરત ફરશે. સોખડાના બાબુભાઈ કાનાભાઈ ચુડાસમા નામનાં માછીમારની અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
પાકિસ્તાનની જેલમાં બંધ તમામ ભારતીયો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી
પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનની લાદી જેલમાં બંધ બાબુભાઈ કાનાભાઈ ચુડાસમા નામનાં માછીમારને ગત 23 જાન્યુઆરીએ સવારે અચાનક શ્વાસ ઉપડતાં તબિયત બગડી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. પાકિસ્તાનની જેલમાં બંધ તમામ ભારતીયો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી એક મૌન પાળ્યું હતું. ત્યારે આજે બાબુભાઈ ચુડાસમાનો મૃતદેહ ભારત લવાશે.
પરિવારને અંતિમ સંસ્કાર માટે મૃતદેહ સોંપવામાં આવશે
ગુજરાત સરકારના ફિસરીઝ અધિકારીઓ આજે અમદાવાદ એરપોર્ટ પર મૃત્યદેહ લાવશે, ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફત અમદાવાદથી સોખડા લઇ જવાશે. જ્યાં તેમના પરિવારને અંતિમ સંસ્કાર માટે મૃતદેહ સોંપવામાં આવશે.
આ પણ વાંચો: આણંદ સબજેલમાં અનઅધિકૃત મહિલાઓ આવતા 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ