ગુજરાતટોપ ન્યૂઝ

કોંગ્રેસ આવે છે કે તૂટે છે, 24 કલાકમાં વધુ એક નેતાએ છોડ્યો ‘હાથ’

Text To Speech

કોંગ્રેસ માટે વિરોધીઓ કરતાં ઘરમાં જ સ્થિતિ ખરાબ હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે ત્યારે હજી ગઈકાલે જ યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યા બાદ મહામંત્રીએ પણ રાજીનામું આપ્યું છે. અમિત ચાવડાના ખાસ માનવામાં આવતાં વિનયસિંહ તોમરે આજે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે.

કોંગ્રેસમાં એક પછી એક રાજીનામા આવી રહ્યા છે ત્યારે પ્રદેશ પ્રમુખના માથે સંગઠન મજબૂત કરવાની મોટી જવાબદારી આવી રહી છે. જ્યારે કોંગ્રેસમાં જૂથબંધીના કારણે વિનયસિંહ તોમરે રાજીનામું આપ્યું છે, જેના કારણે પાર્ટીની અંદરની લડાઈ હવે મોટે પાયે બહાર આવી રહી છે.

આ પણ વાંચો : કોંગ્રેસમાંથી ‘મુક્ત’ થયા બાદ વિશ્વનાથસિંહ ગણતરીના કલાકમાં ભાજપના ‘દ્વારે’

રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે છે ત્યારે સૌથી પહેલી કામગીરી પક્ષના સંગઠનને મજબૂત કરવાની જવાબદારી છે. તેમજ રાહુલ ગાંધી ધારાસભ્યો સહિત નેતાઓની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરશે.આ સાથે 2022ની ચૂંટણી માટે અલગથી રણનીતિ તૈયાર કરવામાં પણ આવશે.આજે રાહુલગાંધી બુથ સ્તરના કાર્યકરોને પણ માર્ગદર્શન આપશે.

જો કે કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ સંમેલનમાં કોંગ્રેસનુ કામ બોલે છે થીમ રાખવામાં આવી છે.શહેરના સરદાર સરોવર, શ્વેત ક્રાંતિ, શિક્ષણમાં કોંગ્રેસે કરેલા કામના બેનર લગાવવામાં આવી છે.એટલું જ નહીં સરકાર બનશે તો કયા કામ કરશે કોંગ્રેસ તેના પણ બેનર થકી કોંગ્રેસ મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો : ભાજપ ભેગા થયેલા હાર્દિકે કોંગ્રેસની મોટી વિકેટ પાડી

Back to top button