ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીની જમ્મુ-કાશ્મીરને વધુ એક ભેટ, હવે વંદે ભારત ટ્રેન શ્રીનગર સુધી દોડશે

  • સરકારે ઉધમપુર અને શ્રીનગર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો
  • કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આ માટે વડાપ્રધાન અને કેન્દ્રીય રેલવે મંત્રીનો આભાર માન્યો
  • વંદે ભારત ટ્રેન બારામુલ્લાને દેશના બાકીના ભાગો સાથે જોડશે

નવી દિલ્હી, 13 ડિસેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરને મોટી ભેટ આપી છે અને હવે કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વંદે ભારત ટ્રેન દોડશે. જમ્મુ-કાશ્મીરને ભેટ આપતા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઉધમપુર અને શ્રીનગર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે, ઉધમપુર-શ્રીનગર બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ પર હવે વંદે ભારત ટ્રેન દોડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના રહેવાસીઓને ભેટ તરીકે, કેન્દ્ર સરકારે ઉધમપુર શ્રીનગર બારામુલા રૂટ પર 49મી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફાળવી છે. જમ્મુ અને બારામુલા વચ્ચે રેલ્વે લિંક તૈયાર થતાં જ વંદે ભારત ટ્રેન બારામુલ્લાને દેશના બાકીના ભાગો સાથે જોડશે.

ઉધમપુરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આ માહિતી આપી અને આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલવે મંત્રીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક માટે 49મી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની જાહેરાત કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર. આવનારા સમયમાં આ પ્રદેશ માટે આ ચોક્કસપણે ગેમ-ચેન્જર સાબિત થશે.

ભારતની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ લોન્ચ થયા બાદથી જ ચર્ચામાં છે. આ દેશની પહેલી એન્જિન વિનાની ટ્રેન પણ છે, જે સંપૂર્ણપણે સ્વદેશી છે. આ ટ્રેનોની સ્પીડ 160 કિમી પ્રતિ કલાકની છે અને આ ટ્રેનમાં મુસાફરો માટે દરેક સુવિધા છે. હાલમાં વંદે ભારત ટ્રેન કુલ 7 રૂટ પર દોડી રહી છે. દેશની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને 15 ફેબ્રુઆરી 2019ના રોજ લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યાર બાદ વંદે ભારત એક્સપ્રેસના વધુ ચાર અપગ્રેડેડ વર્ઝનને સીમલેસ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે લોન્ચ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો, ‘બ્લડ મની’ કરાર હેઠળ દીકરીને બચાવવા માતા જીવના જોખમે યુદ્ધગ્રસ્ત યમન જશે

Back to top button