ગુજરાતટોપ ન્યૂઝ

અંબાલાલ પટેલની વધુ એક આગાહી,રાજ્યમાં આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના

રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે. જુલાઈ મહિનામાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ હાલ ઓગસ્ટ મહિનામાં વરસાદે વિરામ લીધો છે. હાલ ખેડૂતો રાજ્યમાં ફરી વરસાદ વરસે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામા આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 48 કલાક રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.

અંબાલાલ પટેલે કરી વધુ એક આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ દ્વારા આજે ફરી એક વાર વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી દિવસોએ વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ સર્જાશે. હાલ રાજ્યમાં પવનની અસર જોવા મળી રહી છે. આ સાથે જ તેમણે આજથી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમજ અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતમાં વધારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : લો બોલો… ડબ્બા ટ્રેડિંગના અપરાધીઓના બચાવમાં તર્ક આપ્યો તે પણ રાષ્ટ્રપિતા ગાંધીજીનો…

આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા

અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. જે મુજબ ગુજરાતમાં આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. અંબાલાલના જણાવ્યા મુજબ મઘા નક્ષત્ર બેસવાથી મંગળની રાશિમાં પરિવર્તન આવશે છે. પરિણામે રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે. આ કારણે ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે.

આ વિસ્તારોમાં ખાબકશે વરસાદ

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, ખેડા અને પેટલાદમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.જ્યારે કે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની શક્યતા છે જોકે હાલ વરસાદી અંગે કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતા છે.

જાણો હવામાન વિભાગે શુ કરી આગાહી

હવામાન વિભાગ દ્વારા પણ આજે વરસાદને લઈને આગાહી કરવામા આવી છે હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી જ વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આજે અમુક સ્થળોએ વરસાદ થઇ શકે છે. જ્યારે કાલથી વરસાદી ગતિવિધિ થોડી વધવાની સંભાવના છે. તેમજ 20મી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે .

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતી કાલે દક્ષિણના જિલ્લાઓમાં કેટલાક સ્થળે હળવો વરસાદ પડી શકે છે. આ સાથે ઉત્તર ગુજરાતમા ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.

આ  પણ વાંચો : મહેસાણા પેરોલ ફ્લો ટીમે ઠગાઇના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો

Back to top button