સાઉથની વધુ એક ફિલ્મ બોક્સ ઓફિસ પર મચાવી રહી છે તરખાટ


હાલમાં હિન્દી ફિલ્મો કરતાં સાઉથમાં બનેલી ફિલ્મોની લોકપ્રિયતા સમગ્ર દેશભરમાં વધી રહી છે. જેમાં હવે નવું નામ મણિરત્નમની મહત્વાકાંક્ષી તામિલ ફિલ્મ પોન્નિયિન સેલ્વન પાર્ટ 1 થીયેટરોમાં રજૂ થઈ ચુકી છે અને બે જ દિવસમાં ફિલ્મે આખા વિશ્વમાં 150 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે.
તમિલનાડુમાં પહેલા દિવસે પોન્નિયિન સેલ્વને 25 કરોડ અને શનિવારે 3 કરોડ રુપિયાની કમાણી કરી છે.રવિવારની રજાને જોતા વીક એન્ડમાં જ ફિલ્મ તામિલ ભાષામાં 75 કરોડની કમાણી કરી શકે છે અને જો આવુ થયુ તો તામિલ ભાષામાં આ સિધ્ધિ મેળવનાર પહેલી ફિલ્મ હશે.
જો વાત આખા દેશની વાત કરવામાં આવે તો ફિલ્મે પહેલા દિવસે 3 કરોડ અને બીજા દિવસે 34 કરોડનો બિઝનેસ કર્યો છે.રવિવારની રજાને જોતા ફિલ્મ ભારતમાં પહેલા ત્રણ દિવસમાં જ 100 કરોડનો બિઝનેસ કરી લેશે તેવુ મનાય છે.
આ પણ વાંચો : ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મનો કેનેડામાં કેમ વિરોધ ? જાણો- આ છે કારણ
પોન્નિયિન સેલ્વન ફિલ્મ તામિલ ભાષાની સૌથી મહાન કહેવાતી નવલકથા પર આધારિત છે.ફિલ્મ દક્ષિણ ભારતના શક્તિશાળી ચોલ સામ્રાજ્ય પર આધારિત છે.ફિલ્મ હિન્દીમાં પણ રિલિઝ કરાઈ છે અને તેમાં ઐશ્વર્યા રાય મહત્વના રોલમાં છે.