ગુજરાતટોપ ન્યૂઝ

કિરણ પટેલ બાદ વધુ એક નકલી PMOના અધિકારીની ધરપકડ

Text To Speech

થોડા દિવસો પહેલા નકલી PMO અધિકારી બની જમ્મુ કાશ્મીરમાં લટાર મારતા મહાઠગ કિરણ પટેલની જમ્મુ-કાશ્મીર પોલીસે ધરપકડ કરી હતી.જેની તપાસમાં અનેક મોટા કૌભાંડો બહાર આવ્યા હતા. આ ઘટના સમ્રગ દેશમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી, ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. વધુ એક નકલી PMO અધિકારી બની લોકોમાં રોફ જમાવતા વ્યક્તિની ધરપકડ કરવામા આવી છે. વડોદરા ગ્રામ્ય પોલીસે PMOના ડાયરેક્ટરની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી આચરનાર ઠગ મયંક તિવારીને ઝડપી પાડ્યો છે.

વડોદરામાંથી નકલી PMO અધિકારી ઝડપાયો

મહાઠગ કિરણ પટેલ બાદ વધુ એક નકલી PMO ઓફિસરની ધરપકડ કરવામાં આવી છે.ત્યારે વધુ એક નકલી PMO અધિકારી બની લોકોમાં રોફ જમાવતા વ્યક્તિની વઘોડિયા પોલીસે ધરપકડ કરી છે. વડોદરા ગ્રામ્ય પોલીસે લોકો સાથે છેતરપિંડી આચરનાર ઠગ મયંક તિવારીની ધરપકડ કરી લેવામા આવી છે. આ આરોપી નકલી PMO અધિકારીની ઓળખ આપી ખ્યાતનામ કંપની પાસેથી પૈસા પડાવતો હતો.

 

પારૂલ યુનિવર્સિટીને લગાવ્યો લાખોનો ચૂનો

કિરણ પટેલના પકડાયા બાદ ભોગ બનેલ કંપનીઓને શંકા ગઈ હતી જેથી આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી. જાણકારી મુજબ વડાદરામાં આવેલી પારૂલ યુનિવર્સિટીના સંચાલકોને મંયક તિવારીએ પોતે PMOનો ડાયરેક્ટર હોવાની ઓળખ આપી શિક્ષણ ક્ષેત્રે રીસર્ચના પ્રોજેક્ટ માટે સરકારમાંથી મંજૂરી લાવી આપવાની વાત કહી હતી. તેઓને વિશ્વાસમાં લઈ લાખો રુપિયા પડાવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી મંજૂરી ન મળતા યુનિવર્સિટી સંચાલકોને શંકા ગઈ હતી. અને ઉચ્ચ સ્તરે રજૂઆત કરતા કેન્દ્રમાં મયંક તિવારી નામનું કોઈ PMO અધિકારી ન હોવાનું સામે આવ્યું હતું. જેથી આ બાબતે યુનિવર્સિટીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરતા પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથધરી હતી. અને વઘોડિયા પોલીસે હ્યમુન ઇન્ટિલેજન્સના અધારે મયંક તિવારીની ધરપકડ કરી હતી.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સમાં વિસ્તારમાં રહેતો મયંક તિવારી લાંબા સમયથી પોલીસ અને સેન્ટ્રલ એજન્સીના રડારમાં હતો.મયંક તિવારી લોકોને ખોટી ઓળખ આપી પૈસા પડાવાનું કારસ્તાન કરતો હતો. ત્યારે આજે મયંક તિવારી પોલીસ પકડમા આવતા પોલીસે તેની સામે જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

આ  પણ વાંચો : બિપરજોય ચક્રવાતે અધધધ કરોડ ઉડાવી દીધા, પાવર કોર્પોરેશનને ભારે ફટકો

Back to top button