ગુજરાતમાં ફરી નકલી PMOના ઓફિસરનો પર્દાફાશ થયો

- વડોદરામાં રહેતા મયંક તિવારી સામે ગુનો નોંધીને તપાસ ચાલુ કરી
- PMOના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી લોકોને જાળમાં ફ્સાવતો
- ડોકટર અગ્રવાલની ભારત અને આફિકામાં 100થી વધુ આંખની હોસ્પિટલો
ગુજરાતમાં ફરી નકલી PMOના ઓફિસરનો પર્દાફાશ થયો છે. જેમાં PMOના ઓફિસરનો દાવો કરતો વધુ એક ગુજરાતી વડોદરામાં ફૂટી નીકળ્યો હતો. તેમાં PMOના નામે આંખના ડૉક્ટરને રૂપિયા 16 કરોડનું લેણું ભૂલી જવા ધમકાવ્યા હતા. તથા PMOની સૂચનાથી સીબીઆઈએ વડોદરાના મયંક તિવારી સામે ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો: નવરાત્રીમાં વરસાદ પડશે કે નહીં જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી
વડોદરામાં રહેતા મયંક તિવારી સામે ગુનો નોંધીને તપાસ ચાલુ કરી
યુનિવર્સિટીના સંચાલકોને PMO અધિકારીના ડાયરેક્ટર તરીકે ઓળખ આપી હતી. PMOના ડાયરેકટર તરીકે ઓળખાણ આપીને ધમકી આપનાર વડોદરાના મયંક પશુરામ તિવારીની સામે દિલ્હી સીબીઆઈએ ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે. ચેન્નાઈની અગ્રવાલ હેલ્થ કેર લીમીટેડ હોસ્પિટલના ડોકટર અગ્રવાલને ઈન્દોરમાં આંખની હોસ્પિટલ ચાલુ કરવા માટે રોકાણ કરેલા 16.43 કરોડ રૂપિયા પરત નહીં આપવા માટે વડોદરાના મયંક તિવારીએ પીએમઓના નામે ધમકીઓ આપી હતી. જે અંગે દીલ્હી સીબીઆઈએ વડોદરામાં રહેતા મયંક તિવારી સામે ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભાડાના ઘરમાં રહેતા લોકોને નવું વાહન ખરીદતા સમયે આ નિયમ લાગૂ પડશે
ડોકટર અગ્રવાલની ભારત અને આફિકામાં 100થી વધુ આંખની હોસ્પિટલો
ચેન્નાઈની અગ્રવાલ હેલ્થ કેર લીમીટેડ હોસ્પિટલના ડોકટર અગ્રવાલની ભારત અને આફિકામાં 100થી વધુ આંખની હોસ્પિટલો આવેલ છે. ડો. અગ્રવાલને આંખની હોસ્પિટલનું વિસ્તરણ કરવાનું નક્કી કર્યુ હતુ. મધ્યપ્રદેશના ઈન્દોરમાં વિનાયક નેત્રાલય ચલાવતા ડો. પ્રણયકુમાર સીંગ અને ડો. સોનું વર્મા સામે આઈ હોસ્પિટલ બનાવવા માટે નક્કી કરીને ડો. અગ્રવાલએ રૂ.16.43 કરોડ ચુકવીને કરાર કર્યા હતા. આ પછી ઈન્દોરની હોસ્પિટલમાં આવતા દર્દીઓને ડો. પ્રણયકુમાર સીંગ અને ડો. સોનું વર્મા અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરતા હતા. જેની જાણ ડો. અગ્રવાલને થતા તેમને ઈન્દોરની હોસ્પિટલના કરાર રદ કર્યા હતા અને તેમને રોકાણ કરેલા નાણાં પરત માગ્યા હતા. જો ડો.પ્રણયકુમાર અને ડો. સોનું વર્માએ આપવાનો ઈન્કાર કર્યો હતો. બીજી તરફ ડો. પ્રણયકુમાર અને ડો. સોનું વર્માએ ભેગા મળીને નાણાં આપવાની જગ્યાએ ડો. અગ્રવાલને પીએમઓ ઓફિસના નામે ધમકીઓ આપીને નાણાં ભૂલી જવાનું કહેવામાં આવ્યુ હતુ. ડો. અગ્રવાલને ફોન કરનાર મંયક તિવારીએ પીએમઓ ઓફિસમાં ફરજ બજાવતો હોવાનું પણ કર્યુ હતુ.
આ પણ વાંચો: ગુજરાતમાં તહેવારો સમયે CM ભૂપેન્દ્ર પટેલે નાના વેપારીઓ માટે લીધો મોટો નિર્ણય
PMOના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી લોકોને જાળમાં ફ્સાવતો
ઠગ મયંક તિવારી PMOના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી લોકોને જાળમાં ફ્સાવતો હતો. તેણે વડોદરા ખાતે આવેલી પારૂલ યુનિવર્સિટીના સંચાલકોને PMO અધિકારીના ડાયરેક્ટર તરીકે ઓળખ આપી હતી. શિક્ષણ ક્ષેત્રે રિસર્ચ પ્રોજેકટમાં સરકારમાંથી મંજૂરી લઈ આવવાનું કહી સંચાલકોને વિશ્વાસ લીધા હતા અને પૈસા પડાવ્યા હતા.