રાજ્યમાં વધુ એક પરીક્ષામા ગેરરીતિનો પર્દાફાશ, ક્રાઈમબ્રાંચે 2 આરોપીઓને દબોચી લીધા
ગુજરાતમાં વધુ એક ભરતી પરીક્ષામાં ગેરરીતિના સમાચાર સામે આવ્યા છે. વીજ વિભાગમાં જુનિયર ક્લાર્કની ઓનલાઈન લેવામાં આવેલી પરીક્ષામાં ગેરરીતિ મામલે ફરિયાદ નોંધવામા આવી છે. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે 2 આરોપીઓની મુંબઈથી ધરપકડ કરી છે.
વીજ વિભાગમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ
રાજ્યમાં ભરતી પરીક્ષામાં એક બાદ એક ગેરરીતી સામે આવી રહી છે. ત્યારે ગુજરાતમાં વધુ એક ભરતી પરીક્ષામાં ગેરરીતિ થયું હોવાનું સામે આવ્યું છે. વીજ વિભાગમાં જુનિયર ક્લાર્કની ઓનલાઈન લેવામાં આવેલી પરીક્ષામાં ગેરરીતિ થઈ હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાન્ચે આ મામલે 2 આરોપીઓની મુંબઈથી ધરપકડ કરી છે. મહત્વનું છે કે આ ગેરરીતિ માત્ર સુરત નહીં પરંતુ અમદાવાદ, વડોદરા અને રાજકોટના કેન્દ્રો પર પણ થઈ છે.
આ પણ વાંચો : કર્ણાટકના CM તરીકે સિદ્ધારમૈયાએ લીધા શપથ, આ ધારાસભ્યોને પણ મળ્યા મંત્રીપદ
પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા
જાણકારી મુજબ વીજ વિભાગમાં વર્ષ 2021-22માં જુનિયર ક્લાર્કની ઓનલાઈન પરીક્ષા લેવાઈ હતી.જેમાં ગેરરીતિ આચરવામા આવી હતી. આ પરિક્ષામાં આરોપીઓ સ્કીન સ્પ્લિન્ટર સોફ્ટવેર કરીને ઉમેદવારોને બદલે તેઓ પોતે જ પરીક્ષાના જવાબ આપી દેતા હતા. સ્ક્રિન સ્પ્લીન્ટર થકી એક જ સીપીયુથી બે મોનીટર ઓપરેટ કરતા હતા. અને ઓનલાઇન પ્રશ્નોના જવાબો વાયરલેસ માઉસથી ઉમેરીને પાસ કરાવી આપતા હતા. આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. ઈન્દ્રવદન પરમાર અને ઓવેશ મહંમદ રફીક કાપડવાલા નામના આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામા આવ્યા છે. જ્યારે 11 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. આ આરોપીઓ પકડાયા બાદ આગામી દિવસોમાં આ આરોપીઓની ધરપકડમાં પૈસાની લેવડદેવડ અંગે વધુ ખુલાસાઓ થઈ શકે છે.
અન્ય પરીક્ષા કેન્દ્રોમાં પણ ગેરરીતિ
સુરત જિલ્લા DCP રૂપલ સોલંકીના જણાવ્યા મુજબ આ ગેરરીતિ માત્ર સુરતના બે સેન્ટર નહીં, પરંતુ અન્ય અમદાવાદ, વડોદરા અને રાજકોટના કેન્દ્રો પર પણ થઈ છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : કચ્છ: મુન્દ્રામાં મેરીટાઇમ બોર્ડ હસ્તકના પોર્ટ પર જહાજમાં લાગી આગ