ટોપ ન્યૂઝનેશનલ

યુપી પોલીસનુ બીજુ એન્કાઉન્ટર, આરોપી અરબાઝ પછી ઉસ્માન પણ માર્યો ગયો

Text To Speech

યુપી પોલીસે સોમવારે વહેલી સવારે એન્કાઉન્ટરમાં ઉમેશ પાયલ હત્યાકાંડમાં સામેલ આરોપીની પ્રયાગરાજમાં એક એન્કાઉન્ટરમાં ઢેર કર્યો હતો. મૃતકની ઓળખ ઉસ્માન ચૌધરી, અતિક અહેમદ ગેંગના શૂટર તરીકે કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉસ્માન ચૌધીએ સૌથી પહેલા ઉમેશ પાલ પર ફાયરિંગ કર્યું હતું. હત્યા બાદ પોલીસ ઉસ્માનની શોધમાં હતી.

આ પણ વાંચો : ઉમેશ પાલ હત્યા કેસનો શૂટર અરબાઝ પોલીસ દ્વારા માર્યો ગયો, ધુમાનગંજમાં એન્કાઉન્ટર

મળતી માહિતી અનુસાર, સોમવારે સવારે પ્રાયાગરાજના કૌન્ડિયારા વિસ્તારમાં ક્રાઇમ બ્રાંચ અને આરોપી વિજય ઉર્ફે ઉસ્માન ચૌધરી વચ્ચે શુટઆઉટ થયું હતું. એન્કાઉન્ટરમાં ઉસ્માનને ગોળી વાગીને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પ્રયાગરાજ પોલીસ કમિશનર રમિત શર્માએ ઉસ્માન ચૌધરી એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. આરોપી વિજય ઉર્ફે ઉસ્માન પર 50 હજારનું ઇનામ હતુ. એન્કાઉન્ટર પછી, ઉસ્માન ચૌધરીને પ્રાયાગરાજના સ્વરૂપરાણી નહેરુ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતો. ઇમરજન્સી મેડિકલ ઓફિસર ડો. બદરી વિશાલસિંહે કહ્યું કે ઉસ્માન નામના દર્દીને અહીં લાવવામાં આવ્યો હતો. અમે તપાસ કરી, જેના પછી તેને મૃત જાહેર કરાયો અને મૃતદેહને પોસ્ટ-મોર્ટમ હાઉસમાં મોકલવામાં આવ્યો.

ઉમેશ પાલ અને ગનર સંદીપ હત્યાના કેસમાં 27 ફેબ્રુઆરીએ અરબાઝ નામના આરોપીને પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું. ઉમેશ પાલ મર્ડર કેસમાં ઉપયોગમાં લેવામાં આવેલ ક્રેટા કાર આર્બાઝ ચલાવતો હતો. અરબાઝની હત્યા પછી, અતિકના પરિવારમાં ગભરાટ આવી હતી. અતિક અહેમદની પત્ની શાસ્તા પરવીને અલ્હાબાદ જિલ્લા અદાલતમાં અરજી કરી છે. એડવોકેટ ઉમેશ પાલ અને તેના રક્ષક સંદીપ 24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજના એક ધારાસભ્ય રાજુ પાલની હત્યામાં કોર્ટમાં સુનાવણી બાદ પાછા ફરી રહ્યા હતા જ્યાં આ હુમલો તેમના પર કરવામાં આવ્યો હતો અને બંનેને હત્યા કરવામાં આવી હતી. આ પછી, ધારાસભ્ય રાજુ પાલની પત્ની અને હાલમાં એસપીના ધારાસભ્ય પૂજા પાલ સીએમ યોગી પાસે તેમની સલામતીની માંગ કરી હતી.

Back to top button