કૃષિખેતીગુજરાત

ગુજરાતમાં વરસાદી પાણીનો ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને વધુ એક વીજ જોડાણ અપાશે

Text To Speech

ગાંધીનગરઃ (Gandhinagar)ગુજરાતમાં રાજ્ય સરકારે દિવાળીના તહેવારમાં ખેડૂતો માટે વધુ એક હિતકારી નિર્ણય લીધો છે. (minister Kanu Bhai Desai)વરસાદી પાણીના (Surface water)ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના (Gujarat farmer) ખેતરમાં હયાત વીજકનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવાનું નક્કી કર્યું છે.

વીજ કનેક્શન સિવાય વધુ એક કનેક્શન આપવા રજુઆત
આ અંગે રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે,રાજ્ય સરકારે વરસાદી પાણી (સરફેસ વૉટર)નો ઉપયોગ કરનાર ખેડૂતને ઉર્જા વિભાગ દ્વારા ખેડૂતના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાના નિર્ણયના પરિણામે ખેડૂતોના પાક ઉત્પાદન વધશે અને આર્થિક રીતે વધુ સમૃધ્ધ બનશે. ખેડૂતો દ્વારા ઉર્જા મંત્રીને સરફેસ વૉટર વાપરવા ઈચ્છતા ખેડૂતોને હયાત વીજ કનેક્શન સિવાય વધુ એક કનેક્શન આપવા રજુઆત કરવામાં આવી હતી તેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે.

કાર્બન ઉત્સર્જનમાં મોટા પાયે ઘટાડો નોંધાશે
ઉર્જામંત્રીએ ઉમેર્યું હતું કે, આ નિર્ણયને લીધે કેનાલ, તળાવો, નદી, ખાડી, ડેમ, ચેકડેમ, સુજલામ સુફલામ્ અંતર્ગત ભરાતા તળાવો ખેત તલાવડી, તેમજ અન્ય વરસાદી સ્ત્રોતો માધ્યમથી સિંચાઇ કરવા હેતુસર ખેડુતોને વધુ એક વીજ જોડાણ મળશે. જેના પરિણામે ભુગર્ભ જળનો મોટાપાયે બચાવ થશે અને સાથે સાથે ખેડુતોને પણ વીજ બિલમાં બચત થશે. એટલું જ નહીં કાર્બન ઉત્સર્જનમાં મોટા પાયે ઘટાડો નોંધાશે તેમજ રાજ્યની આવકમાં પણ ફાયદો થશે. તે ઉપરાંત ડિસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા ઉર્જા મંત્રીને સરફેસ વૉટર વાપરવા ઈચ્છતા ખેડૂતોને હયાત વીજ કનેક્શન શિવાય વધુ એક કનેક્શન આપવા રજુઆત કરવામાં આવી હતી. આ નિર્ણય લેવાતા તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉર્જા મંત્રી કનુભાઈ પટેલનો આભાર પ્રગટ કર્યો હતો.

Back to top button