ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાંથી વધુ એક ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું, 1500 રૂપિયામાં મિનિટોમાં તૈયાર કરી આપતા માર્કશીટ

Text To Speech

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ડુપ્લીકેટ ડોક્યુમેન્ટના વિવિધ રેકેટ સામે આવી રહ્યા છે. ત્યાકરે રાજ્યમાં વધુ એક ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું છે. મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતેથી પણ ડુપ્લીકેટ ડોક્યુમેન્ટનું રેકેટ ઝડપાયું છે. જેમાં બે યુવકો ધોરણ 10 હોય કે ડિપ્લોમાં હોય તમામની માર્કશીટ મિનિટોમાં તૈયાર કરી આપતા હતા, આ ડુપ્લીકેટ ડોક્યુમેન્ટના આધારે કેટલાક લોકો ખાનગી કંપનીમાં નોકરી પણ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મહેસાણામાંથી ઝડપાયું મસમોટું કૌભાંડ

મળતી માહીતી મુજબ મહેસાણામાં બહુચરાજી ખાતે અંબિકા ઝેરોક્ષમાં વિવિધ ધોરણની સાથે ITIની પણ નકલી માર્કશીટ બનાવતા હોવાનું સામે આવ્યુ છે.જેમાં માત્ર 2 મિનિટમાં જ ડોક્યુમેન્ટ મળી રહ્યા હતા.મહેસાણા એલસીબી એ આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે શંખલપુર ગામે રહેતો 23 વર્ષીય કુલદીપ પરમાર અને એક અન્ય યુવક બેચરાજીમાં દુકાન ભાડે રાખી પોતાના કોમ્પ્યૂટરમાં ધોરણ 10-12, ITI અને ડિપ્લોમાં સુધીની માર્કશીટો સ્ટોરી કરી નાપાસ થયેલા વિદ્યાર્થીઓને માર્કશીટમાં સુધારો કરી આપતા હતા. આ રીતે તેઓએ માસમાં 50 વિદ્યાર્થીઓને નકલી માર્કશીટ બનાવી આપી હતી. અને આ નકલી માર્કશીટને આઘારે કેટલાક વિદ્યાર્થીઓ અલગ-અલગ કંપનીમાં નોકરીએ પણ લાગી ગયા છે.

મહેસાણા કૌભાંડ-humdekhengenews

તપાસમાં થયા મોટા ખુલાસા

મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે રેઈડ કરી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અને તપાસમાં અનેક મોટા ખુલાસા થયા છે. દુકાનમાં તપાસ દરમિયાન કોમ્પ્યુટરમાંથી એક ફોલ્ડરમાં ઓરીજીનલ માર્કશીટ મુકેલ હતી, જેમાં એડીટીંગ કરી અન્ય વિદ્યાર્થીઓના નામો એડ કરી તેઓને માર્કશીટ બનાવી આપતા હતા. તેઓ 1500 રૂપિયામાં નકલી માર્કશીટ બનાવી આપતા હોવાનું જાણવા મળ્યું છે.

મહેસાણા કૌભાંડ-humdekhengenews

પોલીસે વધુ તપાસ હાધ ધરી

મહેસાણા LCB ટીમે કુલદીપ પરમાર અને વિજય સિંહ લક્ષમણ સિંહને ઝડપી પાડ્યા હતા. અને આરોપીઓ પાસેથી માર્કશીટ કાઢવા કેન્ટ કંપનીના હાઈ ગ્લોસી ફોટો પેપર નંગ 15 , તેમજ કોમ્પ્યુટર સહિતના સાધનો મળી કુલ રૂ. 86,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને આરોપીઓ સામે ગુનો દાખલ કરી આ મામલે વ ધુ તપાસ હાથ ધરી છે.

 આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જન્મદિવસે ત્રિમંદિર ખાતે કર્યા દર્શન, જાણો કોમનમેનથી CM સુધીની સફર

Back to top button