ટ્રેનમાં અન્ય મુસાફર ઉપર પેશાબ કરવાની વધુ એક ઘૃણાસ્પદ ઘટના બની
લખનૌ: ઉત્તર પ્રદેશમાં ટ્રેન વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી જંક્શન તરફ આગળ વધી રહી હતી ત્યારે વીસ એક વર્ષની ઉંમરના વ્યક્તિએ દારુના નશામાં AC કોચમાં મુસાફરી કરી રહેલા વરિષ્ઠ નાગરિકો પર પેશાબ કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટના બુધવારે રાત્રે ટ્રેનના B3 કોચની અંદર બની હતી. કોચમાં 57 થી 60 નાગરિકો મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ યુવકે તેમના અને તેમના સામાન પર પેશાબ કર્યો હતો.
બનારસ હિંદુ યુનિવર્સિટીના નિવૃત્ત ઓર્થોપેડિક સર્જન યાત્રીએ કહ્યું, અમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે કોઈ અમારા પર પેશાબ કરશે. “આ ઘટના અમારા માટે ખૂબ જ દુઃખદ છે”.
અન્ય એક પીડિતે જણાવ્યું કે “આ માણસ દારૂના નશામાં હતો. જ્યારે તેણે અમારા અને અમારા સામાન પર પેશાબ કર્યો ત્યારે તે અમારા માટે નરક જેવું હતું, અમારા સાથી મુસાફરોએ કોચ એટેન્ડન્ટ અને TTEને જાણ કરી હતી. આ પછી આ આરોપીને ઝાંસી રેલવે સ્ટેશન પર ઉતારી દેવામાં આવ્યો હતો.”
આરોપીની ઓળખ રિતેશ તરીકે થઈ
આરોપી મુસાફરની ઓળખ રિતેશ તરીકે થઈ છે, જે દક્ષિણ પશ્ચિમ દિલ્હીના કુતુબ વિહારનો રહેવાસી છે. તે મહોબાથી ટ્રેનમાં ચડ્યો હતો. રિતેશ બાજુના લોઅર બર્થ નંબર 63 પર મુસાફરી કરી રહ્યો હતો.
એક સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર, ઓનબોર્ડ TTE બસરુદ્દીન ખાને તરત જ હાઉસ કીપિંગ સ્ટાફને કોચ સાફ કરવા માટે બોલાવ્યા. બાદમાં તેણે આ ઘટના અંગે આરપીએફ ઝાંસીને મેમો આપ્યો અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે રિતેશને સોંપ્યો.
નોર્થ સેન્ટ્રલ રેલવેના ઝાંસી ડિવિઝનના પીઆરઓ મનોજ સિંહે જણાવ્યું હતું કે, “આરોપી રિતેશ સામે રેલ્વે એક્ટ 145 (દારૂ કે ઉપદ્રવ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
છતાં આરોપીને જામીન મળી ગયા
આરપીએફના એસએચઓ ઝાંસીએ મીડિયાને માહિતી આપી કે, આરોપીને જામીન આપવામાં આવ્યા છે કારણ કે કલમ માત્ર નશાની લગાવવામાં આવી હતી.
આ પણ વાંચો: કોન્ટ્રેક્ટ નોકરીઓમાં અનામત અંગે સરકારે સુપ્રીમમાં શું જવાબ આપ્યો?