ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

વિરાટ કોહલીનો વધુ એક ડીપફેક વીડિયો વાયરલ: શુભમન ગિલ વિશે આ કહ્યું, જૂઓ વીડિયો 

  • ઘણી મોટી હસ્તીઓ જેવી કે સચિન તેંડુલકર, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ આ ડીપફેક વીડિયોનો શિકાર બન્યા છે

HD ન્યૂઝ ડેસ્ક, 29 ઓગસ્ટઃ આજના સમયમાં જ્યાં એક તરફ AI લોકો માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ રહ્યું છે, તો બીજી તરફ AI એક મોટો ખતરો પણ બની રહ્યો છે. દર થોડાક દિવસે સોશિયલ મીડિયા પર કોઈને કોઈ ડીપફેક વીડિયો વાયરલ થતો જોવા મળે છે. AI સાથે બનેલા ડીપફેક વીડિયોએ ઘણી મોટી હસ્તીઓને પોતાનો શિકાર બનાવી છે. સચિન તેંડુલકર, રશ્મિકા મંધાના, દીપિકા પાદુકોણ અને વિરાટ કોહલી પણ આ ડીપફેક વીડિયોનો શિકાર બન્યા છે. ત્યારે વિરાટ કોહલીનો વધુ એક ડીપફેક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેનો પહેલો ડીપફેક વીડિયો ફેબ્રુઆરીમાં વાયરલ થયો હતો.

જુઓ અહીં આ વાયરલ ડીપફેક વીડિયો 

 

ડીપફેક વીડિયોમાં શું જોવા મળ્યું?

હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિરાટ કોહલીના વીડિયોમાં તે કહેતા સંભળાય છે કે, ‘જ્યારે અમે ઓસ્ટ્રેલિયાથી પાછા ફર્યા ત્યારે મેં વિચાર્યું કે સફળ થવા માટે શું કરવું પડશે. હું શુભમન ગિલને નજીકથી જોતો રહ્યો છું. તે પ્રતિભાશાળી છે, તેમાં કોઈ શંકા નથી, પરંતુ પ્રતિભા બતાવવામાં અને લેજેન્ડ બનવામાં ફરક છે.

આગળ વીડિયોમાં કોહલી કહેતો સંભળાયો છે કે, ગિલની ટેકનિક મજબૂત છે પરંતુ તેને અમારાથી આગળ રાખવાની જરૂર નથી. લોકો તેને આગામી વિરાટ કોહલી માને છે પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે માત્ર એક જ વિરાટ કોહલી છે. મેં સૌથી ખતરનાક બોલરોનો સામનો કર્યો છે, સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કર્યું છે અને એક દાયકાથી વધુ સમયથી સતત આવું કર્યું છે. ભારતીય ક્રિકેટમાં એક ભગવાન (સચિન તેંડુલકર) છે અને તેમના પછી હું છું. આ એક માપદંડ છે. ગીલને ત્યાં પહોંચતા પહેલા ઘણી લાંબી ઈનિંગ્સ રમવાની છે.

વિરાટ કોહલીનો આ બીજો ડીપફેક વીડિયો છે જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પહેલાનો તેનો ડીપફેક વીડિયો આ વર્ષે ફેબ્રુઆરીમાં વાયરલ થયો હતો. તે વીડિયોમાં વિરાટ કોહલી સટ્ટાબાજીની એપને પ્રમોટ કરતો જોવા મળ્યો હતો.

ચાહકોએ શું કહ્યું?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિરાટ કોહલીનો ડીપફેક વીડિયો જોયા બાદ તેના ફેન્સે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું કે, “AIના કારણે કોઈ દિવસ મોટી મુશ્કેલી આવશે.” અન્ય યુઝરે લખ્યું કે, “હું વિશ્વાસ નથી કરી શકતો.” ત્રીજા યુઝરે લખ્યું કે, “હવે આપણે કેવી રીતે વિશ્વાસ કરી શકીએ?” ચોથા યુઝરે લખ્યું કે, “અરે ભાઈ, શું આ હકીકતમાં AI છે?

આ પણ જૂઓ: મધ્યપ્રદેશમાં રેલવે પોલીસ દ્વારા દાદી-પૌત્રને બેરહમીથી માર મારવામાં આવ્યો, જૂઓ વીડિયો

Back to top button