ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીનું વધુ એક વિવાદિત નિવેદન: પરીક્ષાના પેપર તૈયાર કરવામાં જાતિવાદ ઘૂસાડ્યો

  • પરીક્ષામાં કોણ ઉત્કૃષ્ટ છે તે ટોચ પર કોણ બેઠેલું છે તેના પર નિર્ભર રાખે છે: રાહુલ ગાંધી

નવી દિલ્હી, 7 મે: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દર્શાવતા એક તાજેતરના વીડિયોએ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે તેમ રાહુલ ગાંધી સમાનતા દ્વારા યોગ્યતા, અનામત અને હકારાત્મક પગલાંની જટિલ ગતિશીલતાને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં, રાહુલ ગાંધી લેટિન અમેરિકન સ્ટોરી અને મેરીટોક્રસી(meritocracy)ના વિવાદાસ્પદ મુદ્દા વચ્ચે સમાનતા દોરે છે. રાહુલ ગાંધી વ્યક્તિઓના ગ્રુપને વીડિયોમાં કહી રહ્યા છે કે, “પરીક્ષામાં કોણ ઉત્કૃષ્ટ છે તે ટોચ પર કોણ બેઠેલું છે તેના પર નિર્ભર રાખે છે, જો તમે મને કહો છો કે દલિતો ઉચ્ચ જાતિ દ્વારા સેટ કરવામાં આવેલી પરીક્ષામાં નિષ્ફળ જાય છે, તો ચાલો એક કામ કરીએ, દલિતોને પરીક્ષાનું પેપર સેટ કરવાનું કહીએ અને ઉચ્ચ જાતિઓ લોકોને પરીક્ષા આપવાનું કહીએ.”

 

વીડિયોમાં રાહુલ ગાંધીએ લેટિન અમેરિકાની સ્ટોરી સંભળાવી 

વીડિયોમાં, રાહુલ ગાંધી લેટિન અમેરિકાની એક સ્ટોરી સંભળાવીને યોગ્યતાનો ખ્યાલ રજૂ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, “અમેરિકામાં, જેમ આપણે અહીં IIT છે, ત્યાં SAT પરીક્ષાને પ્રતિષ્ઠિત ગણવામાં આવે છે. ત્યાં, શ્વેત, અશ્વેત અને સ્પેનિશ મૂળના લોકો આ પરીક્ષા આપે છે. જો કે, અશ્વેત અને સ્પેનિશ મૂળના લોકો આ પરીક્ષા આપવામાં સારા સાબિત થતાં નથી. પરીક્ષામાં શ્વેત લોકો ઉત્કૃષ્ટ થાય છે.  જો કે એક દિવસ, એક પ્રોફેસરે સૂચન કર્યું કે, અશ્વેત લોકોને પેપર સેટ કરવા દો અને શ્વેત લોકોને એ પરીક્ષા લખવા દો. તમે જાણો છો શું થયું? બધા શ્વેત લોકો પરીક્ષામાં નાપાસ થયા!” કોંગ્રેસના નેતાએ ઉમેર્યું હતું કે, “મેરીટ સિસ્ટમ પર કોણ નિયંત્રણ કરે છે તેના પર આધાર રાખે છે.”

વાયરલ વીડિયો પર યુઝર્સે વિવિધ મંતવ્યો વ્યક્ત કર્યા

રાહુલ ગાંધીની સામ્યતા દર્શાવતા વીડિયોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નોંધપાત્ર ધ્યાન ખેંચ્યું છે, જેમાં યુઝર્સે વિવિધ મંતવ્યો વ્યક્ત કર્યા છે. X પર એક યુઝરે લખ્યું કે, “આ વ્યક્તિ આતંકવાદી કરતા પણ વધુ ખતરનાક છે જ્યારે નેતાઓએ લોકોને એક કરવાનો પ્રયાસ કરવો જોઈએ ત્યારે તે માત્ર મત માટે જાતિના આધારે લોકોને વિભાજિત કરી રહ્યો છે અને તે માત્ર હિન્દુઓમાં ભાગલા પાડી રહ્યો છે કારણ કે તે જન્મથી મુસ્લિમ છે અને તેનો વંશ પણ મુસ્લિમ છે તે વાતને કોઈ નકારી શકે નહીં.”

આ પણ જુઓ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા, જાણો કયા પડી મતદારોને મુશ્કેલી

Back to top button