ગુજરાતટોપ ન્યૂઝ

મહાઠગ કિરણ સામે વધુ એક ફરિયાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાઈ

Text To Speech
  • કિરણની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો
  • કાશ્મીરમાં ઇવેન્ટ અપાવવાનું કહી વેપારી પાસેથી 3.51 લાખ પડાવ્યા હતા
  • જી-20 સમિટના બેનર હેઠળ હયાત હોટલમાં ઇવેન્ટનો ખર્ચ પણ કિરણે ચૂકવ્યો નહી

મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ઠગાઈની ફરિયાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાઈ છે. કિરણે જી-20 સમીટની હોટલ હયાતમાં ઈવેન્ટ કરાવ્યા બાદ રૂપિયા ચુકવ્યા ન હતા, સાથે જ કાશ્મીર ડેવલોપમેન્ટની જવાબદારી હોવાનું કહી ત્યાં મેડિકલ કોન્ફ્રન્સની ઈવેન્ટ કરવાના નામે રૂ.3.51 લાખની ઠગાઈ આચરી હતી. કિરણની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. આ સંદર્ભે વધુ રિમાન્ડની માંગણી કરતા કોર્ટે કિરણના 18 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ પણ વાંચો: સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં હવે ફરજીયાત વૃક્ષારોપણ માટે નિર્ણય: મંત્રી મુકેશ પટેલ

કિરણ પટેલ હાર્દિકની ઓફ્સિમાં રૂબરૂ મળવા આવ્યો

થલતેજ વિસ્તારમાં 37 વર્ષિય ડો. હાર્દિક કિશોરભાઇ ચંદારાણા પરિવાર સાથે રહે છે અને આંબાવાડી ખાતે આરએક્સ ઇવેન્ટ કંપની ધરાવી વેપાર કરે છે. જાન્યુ. 2023માં કિરણ ઉર્ફે બંસી જગદીશભાઇ પટેલે ફોન કરી હાર્દિકને જણાવ્યું હતું કે, હું એક ઇવેન્ટ કરવાનો છું જેનું ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ તમને આપવાનું છે. ત્યારબાદ 10 જાન્યુ. 2023ના રોજ કિરણ પટેલ હાર્દિકની ઓફ્સિમાં રૂબરૂ મળવા આવ્યો હતો અને ઇવેન્ટ બાબતે ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: વિશ્વની સૌથી મોટી BJP પાર્ટીને સૌથી નાની પાર્ટી AAPનો ડર: નેતા ધર્મેશ ભંડેરી

હાર્દિકને કિરણ પટેલ પર વિશ્વાસ આવતા તે તેની ઇવેન્ટ કરવા તૈયાર થઇ ગયો

ત્યારબાદ હું તમને કશ્મીરમાં મેડિકલ કોન્ફ્રન્સની મોટી ઇવેન્ટનું કામ આપીશ. આ ઉરાંત કિરણ પટેલે એડિશનલ ડિરેક્ટર(સ્ટેટર્જી એન્ડ કેમ્પેનિંગ) પીએમઓ લખેલું વિઝીટીંગ કાર્ડ વોટ્સ એપ કર્યું હતું. જેથી હાર્દિકને કિરણ પટેલ પર વિશ્વાસ આવતા તે તેની ઇવેન્ટ કરવા તૈયાર થઇ ગયો હતો. કિરણે વોટ્સએપમાં 29 TH EVENT@HYATT નામનું ગ્રુપ બનાવ્યું હતું. જેમાં હાર્દિકભાઈને એડ કર્યો હતો. ત્યારબાદ ટુકડે ટુકડે 3.51 લાખ પડાવ્યા હતા. ત્યારે કિરણના અગાઉના રિમાન્ડ પૂર્ણ થતા સરકારી વકીલે વધુ સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા.

Back to top button