Reelsના પાગલપનનો વધુ એક કિસ્સોઃ યુવતી બનાવી રહી હતી રીલ અને પછી…
લખનૌ (ઉત્તર પ્રદેશ), 29 એપ્રિલ: લખનૌની યુવતીનું ઇન્દિરા કેનાલમાં પગ લપસતા પાણીમાં ડૂબી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, એ વખતે યુવતી Reel બનાવી રહી હતી અને ત્યારે અચાનક સંતુલન ગુમાવતા નહેરમાં ડૂબી ગઈ હતી. મોડી રાત સુધી ગોતાખોરો યુવતીને શોધખોળમાં લાગ્યા હતા. જો કે, હજુ સુધી તેનો કોઈ અત્તોપતો લાગ્યો નથી. યુવતીની ઓળખ મનીષા ખાન તરીકે થઈ હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ડાઇવર્સ સોમવારે ફરી એકવાર સર્ચ ઓપરેશન શરૂ કરશે. બીબીડી પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર અજય નારાયણ સિંહે જણાવ્યું કે આ ઘટના રવિવારે સાંજે બની હતી.
Reel બનાવતા કેનાલમાં ડૂબી
મળતી માહિતી મુજબ, 18 વર્ષની મનીષા ખાન નહેરમાં ડૂબી જવાથી મૃત્યુને ભેટી છે. મનીષા રવિવારે તેના પિતરાઈ ભાઈ ઓમકાર, પિતરાઈ બહેન, મિત્રો સાથે ફરવા નીકળી હતી. છ વાગ્યે ઈન્દિરા કેનાલના કિનારે પહોંચી અને પોતાના મિત્ર સાથે ફોટોગ્રાફી કરાવી, પછી Reel બનાવવા માટે શૂટિંગ કરી રહી હતી. આ દરમિયાન કેનાલના કિનારે તેનો પગ લપસી જતાં તે અંદર પડી ગઈ હતી. મનીષાને ડૂબતી જોઈને તેના ભાઈ-બહેનો બૂમાબૂમ કરવા લાગ્યા. મદદની ગુહાર લગાવી એટલામાં તો મનીષા પાણીના ઊંડાણમાં જતી રહી હતી.
હજુ સુધી મૃતદેહ મળ્યો નથી
દુ:ખદ ઘટના બનતાં જ મનીષાની બહેન નિશા ખાન અને તેની મિત્ર દિપાલીએ UP 112 ઈમરજન્સી સર્વિસનો સંપર્ક કર્યો. એલર્ટ મળતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી તેમજ ગામવાસીઓ પણ મદદે દોડી આવ્યા હતા. યુવતીના મૃત્યુની જાણ માતા-પિતાના માથે આભ ફાટ્યું હતું. જો કે, હજુ સુધી મનીષાનો મૃતદેહ મળ્યો નથી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફરીવાર સર્ચ ઑપરેશન હાથ ધરીને શોધખોળ શરૂ કરાશે.
આ પણ વાંચો: Reel બનાવવાના ચક્કરમાં જીવ જોખમમાં મુક્યો, માંડ માંડ બચ્યો યુવક, જૂઓ વીડિયો