કમરતોડ મોંઘવારીના માર હેઠળ પિસાઈ રહેલી પ્રજા હજુ વધુને વધુ કચડાઈ રહી છે. જોકે કેન્દ્રીય નાણાંમંત્રી સંસદમાં મોંઘવારી જેવું કંઈ જ નથી તેવા રાગ આલાપી રહ્યાં છે પરંતુ હકિકતથી સૌકોઈ વાકેફ જ છે. સતત વધતા જતાં ભાવ લોકોને રડાવી રહ્યાં છે, દિવસેને દિવસે એક એક વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ગઈકાલે અદાણીએ CNGના ભાવમાં વધારો ઝીંક્યો હતો. ત્યારે હવે અદાણીએ PNGના ભાવમાં પણ વધારો કર્યો છે. અદાણી ગેસે PNGમાં પણ 89.60 રૂપિયાનો ભાવવધારો ઝીંક્યો છે. આજથી જ નવો ભાવ લાગુ પડશે.
અદાણી CNG બાદ હવે PNG પણ મોંઘું થયું છે. હવે તમને અદાણી ગેસના 89.60 રૂપિયા વધારે ચૂકવવા પડશે. અદાણી PNG નો નવો ભાવ 1.50 MMBTU સુધી 1514.80 રૂપિયા થયો છે. હવેથી 1.60 MMBTU કરતા વધુ વપરાશ પર 1542.80 રૂપિયા ચૂકવવા પડશે.
હજુ એક મહિના પહેલાં જ ભાવ વધાર્યા હતા
અગાઉ જુલાઈમાં PNGમાં અદાણીએ વધારો કર્યો હતો, ત્યારે ફરી ઓગસ્ટમાં ભાવવધારો લાગુ કર્યો છે. અગાઉ જુલાઈમાં અદાણીએ PNGમાં 28 રૂપિયાનો ભાવવધારો સ્લેબમાં ઝીંક્યો હતો. જુલાઈમાં અદાણી ગેસ દ્વારા 1.60 MMBTU સ્લેબમાં પણ 10 પોઇન્ટનો ઘટાડો કરી 1.50 MMBTU કરી નાંખ્યું હતું. અદાણી CNGનો ભાવ 85.89 રૂપિયા થતા ધીરે ધીરે પેટ્રોલ – ડીઝલના ભાવ તરફ વધી રહ્યો છે આગળ તો હવે PNGમાં ભાવવધારો થતા લોકોની પરેશાનીમાં સતત વધારો થઈ રહ્યો છે.