કાબુલના ગુરુદ્વારામાં ફરી બોમ્બ બ્લાસ્ટ! ગયા મહિને પણ બનાવવામાં આવ્યું હતું નિશાન
વર્લ્ડ: અફઘાનિસ્તાનના કાબુલમાં આવેલ કર્તે પરવાન ગુરુદ્વારા ફરી બ્લાસ્ટથી હચમચી ઉઠ્યું છે. ગુરુદ્વારાના મુખ્ય દરવાજા પાસે બોમ્બ વિસ્ફોટ થયો છે. ગયા મહિને પણ આ જ ગુરુદ્વારાને નિશાન બનાવવામાં આવ્યું હતું.
અફઘાનિસ્તાનના કાબુલમાં ફરી બોમ્બ વિસ્ફોટ. ત્યાં હાજર ગુરુદ્વારાને ફરી નિશાન બનાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, કાબુલમાં કર્તે પરવાન ગુરુદ્વારાના મુખ્ય દરવાજા પાસે બોમ્બ વિસ્ફોટ થયો છે. ગયા મહિને 18 જૂને આ ગુરુદ્વારામાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા.
પુનીત સિંહ ચંડોકનું નિવેદન
આ અંગે ભારતીય વિશ્વ મંચના પ્રમુખ પુનીત સિંહ ચંડોકનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યું છે કે , ત્યાં હાજર શીખ અને હિન્દુ સમાજના લોકો સુરક્ષિત છે. આ ઘટના બાદ એક વીડિયો પણ સામે આવ્યો છે.
તાલિબાન સરકાર આવ્યા બાદ હુમલામાં થયો વધારો
આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંતએ ગયા મહિને ગુરુદરા પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી. અફઘાનિસ્તાન ઓગસ્ટ 2021થી તાલિબાન સરકારમાં છે. તાલિબાન સરકાર આવ્યા બાદ શીખ સમુદાય સહિત અન્ય લઘુમતી સમુદાયો પર હુમલામાં વધારો થયો છે. તાલિબાનના હુમલા પહેલા પણ અફઘાનિસ્તાનમાં કુલ 600 હિંદુ અને શીખ સમુદાયના લોકો રહેતા હતા. પરંતુ તાલિબાનોના કબજા બાદ આ સંખ્યામાં વધુ ઘટાડો થયો છે. ત્યાંથી ઘણા લોકો ભારત આવ્યા છે.