પાલનપુરના માનસરોવરમાંથી પાંચ દિવસમાં બીજી લાશ મળી
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલા માનસરોવરમાં છેલ્લા પાંચેક દિવસમાં બીજા એક ઇસમની લાશ મળી આવતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
પાંચ દિવસમાં બીજી લાશ મળી
પાલનપુર શહેરની વચ્ચે આવેલું માન સરોવર જાણે મોતનું તળાવ બની ગયું હોય તેમ છેલ્લા પાંચેક દિવસમાં શુક્રવારે સવારે બીજો મૃતદેહ મળી આવ્યો હતો. અગાઉ 38 વર્ષના એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે ગુરુવારે આ તળાવની નજીકમાં છત્રી અને ચપ્પલ પડેલા જોઈને કોઈ વ્યક્તિ માનસરોવરમાં ડૂબી હોવાની વાત વહેતી થઈ હતી. જેને લઈને પાલિકાના ફાયર ફાઇટર વિભાગના કર્મચારીઓ અને તરવૈયાઓ માનસરોવરમાં ખાતે પહોંચ્યા હતા. અને મોડી સાંજ સુધી ઈસમને શોધવાની કાર્યવાહી કરી હતી.પરંતુ મોડી સાંજ સુધી તેનો કોઈ પતો લાગ્યો ન હતો. ત્યારબાદ શુક્રવારે સવારે ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમા ડૂબી ગયેલા ઇસમનો મૃતદેહ મળી આવતા તેને બહાર કાઢવામાં આવ્યો હતો. અને લાશને સિવિલમાં પીએમ માટે મોકલવામાં આવી હતી.છેલ્લા પાંચેક દિવસમાં જ માનસરોવર માંથી બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા લોકો હવે માન સરોવરને મોતનું સરોવર પણ કહી રહ્યા છે.