ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો ! વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાયા

Text To Speech
  • સુરતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો
  • AAPના વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાયા
  • કનુ ગેડિયા, રાજુ મોરડિયા ભાજપમાં સામેલ

દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક બાદ એક ફટકો પડી રહ્યો છે. અગાઉ આમ આદમી પાર્ટીમાંથી છ કોર્પોરેટરો એકસાથે બળવો કરી ભાજપમાં જોડાઇ ગયા હતા. ત્યારે આજે વધુ AAPના વધુ બે કોર્પોર્ટર ભાજપમાં જોડાઈ ગયા છે.

સુરતમાં AAPમાં વધુ એક ભંગાણ

સુરતમાં AAPમાં વધુ એક ભંગાણ થયું છે. AAPના વધુ બે કાર્પોરેટર પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. અગાઉ 10 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા અને આજે AAPના વધુ બે કોર્પોરેટરોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. આ સાથે કુલ 12 કોર્પોરેટરે કેસરિયા કર્યાં છે .

કનુ ગેડિયા, રાજુ મોરડિયા-humdekhengenews

 

અગાઉ 10 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા

સુરતમાં આમ આદમી પાર્ટીમાં વધુ એક ભંગાણ થયું છે.આપ સુરતના વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. કનુ ગેડિયા અને રાજુ મોરડિયાએ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા છે. કનુ ગેડિયા અને અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ આપ સુરતના 6 કોર્પોરેટરે આપમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા. ભાજપના કાર્યાલય ખાતે હર્ષ સંઘવી સહિતના નેતાઓની હાજરીમાં આ તમામ કોર્પોરેટરોએ ભાજપને ખેસ ધારણ કરી લીધો હતો. ત્યારે હવે બીજા 2 કોર્પોરેટરે AAPમાંથી રાજીનામુ આપી કેસરિયા કર્યાં છે. નિરંજન ઝાંઝમેરાએ ખેસ પહેરાવીને આવકાર્યા

સુરતમાંથી આમ આદમી પાર્ટીનો સફાયો

મહત્વનું છે કે સુરત મનપામાં આપના 27 કોર્પોરેટર ચૂંટાયા હતા. જેમાંથી પહેલા 4 કોર્પોરેટરે પક્ષ પલટો કર્યા બાદ એક બાદ એક કરીને હવે 12 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા જ સુરતમાંથી આમ આદમી પાર્ટીનો સફાયો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો : સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના, લોખંડના સળિયા નીચે પડતા 3 શ્રમિકો ઇજાગ્રસ્ત

Back to top button