ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો, દિપક ચહર સાઉથ આફ્રિકા સામેની વનડે સીરીઝમાંથી બહાર

Text To Speech

ભારતીય વનડે ટીમને આંચકો લાગ્યો છે કારણ કે સીનિયર ફાસ્ટ બોલર દિપક ચહરને લખનઉમાં સાઉથ આફ્રિકા સામેની પ્રથમ મેચ પહેલા ટ્રેનિંગ સેશન દરમિયાન પગની ઘૂંટીમાં મચકોડ આવી હતી. પ્રથમ વનડે ન રમ્યા બાદ હવે અન્ય બે મેચમાં પણ તેના રમવાની સંભાવના નહિવત છે. ઉલ્લેખનીય છે કે, ભારતે પ્રથમ વનડે 9 રને ગુમાવી હતી.

પસંદગીની બાબતોની જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું હતું કે દિપકની ઇજા એટલી ગંભીર નથી. જો કે, તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તેથી તે ટીમ મેનેજમેન્ટનો નિર્ણય હશે કે શું તેઓ દિપકને રમાડવાનું જોખમ લેવા માગે છે કારણ કે તે T20 વર્લ્ડ કપ માટે સ્ટેન્ડબાય લિસ્ટમાં છે. તેવામાં તેમના માટે તે જ પ્રાથમિકતા હશે.

Deepak Chahar
દિપક T20 વર્લ્ડ કપ માટે સ્ટેન્ડબાય લિસ્ટમાં છે.

શમી બુમરાહનું સ્થાન લેશે તે લભગગ નિશ્ચિત
હાલમાં, મોહમ્મદ શમી T20 વર્લ્ડ કપની ટીમમાં જસપ્રીત બુમરાહનું સ્થાન લેશે તેવું લગભગ નિશ્ચિત છે. શમી ધીમે ધીમે મેચ ફિટ થઈ રહ્યો છે અને આગામી ત્રણથી ચાર દિવસમાં ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ શકે છે. સૂત્રએ કહ્યું કે, જો મોહમ્મદ શમી ફિટ હશે તો ટીમ મેનેજમેન્ટ તેને જ રિપ્લેસમેન્ટ તરીકે સિલેક્ટ કરશે. તે આવતા અઠવાડિયે ટીમ સાથે જોડાશે. મુકેશ ચૌધરી અને ચેતન સાકરિયા T20 ટીમમાં નેટ બોલર તરીકે જોડાયા છે.

મુકેશ-ચેતન નેટ બોલર
IPLની ગત સીઝનમાં મુકેશ ચેન્નઈ તરફથી તો સૌરાષ્ટ્રનો સાકરિયા દિલ્હી તરફથી રમ્યો હતો. તેઓ T20 વર્લ્ડ કપ ટીમ સાથે નેટ બોલર તરીકે જોડાય ગયા છે. સૂત્રોએ જણાવ્યું કે, મુકેશ અને ચેતન પર્થમાં ટીમ સાથે રહેશે જ્યાં ભારત 2 પ્રેક્ટિસ મેચ રમશે. પર્થમાં ભારતના ટ્રેનિંગ કાર્યક્રમ અનુસાર તેમણે 3 દિવસ (8, 9 અને 12 ઓક્ટોબરે) 5 કલાક સુધી ટ્રેનિંગ કરવી પડશે જ્યારે 10 અને 13 ઓક્ટોબરના ટીમ પ્રેક્ટિસ મેચમાં ભાગ લેશે.

Back to top button