નેશનલફૂડ

મોંઘવારીનો વધુ એક માર, લીંબુ બાદ ટામેટાંની કિંમતે સદી વટાવી

Text To Speech

નેશનલ ડેસ્ક: ટામેટાંના ભાવે લોકોના ખાવાનો સ્વાદ બગાડી દીધો છે. દેશના ઘણા રાજ્યોમાં ટામેટાંના છૂટક ભાવ 50થી 106 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે ચાલી રહ્યા છે. ટામેટાંની વધતી કિંમતો વચ્ચે સરકારે નિવેદન આપીને જણાવ્યું છે કે, ટામેટાંની કિંમતો ક્યારે સ્થિર થશે.

વરસાદના કારણે ભાવમાં વધારો થયો
કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે, ‘દક્ષિણના રાજ્યોમાં ટામેટાંના છૂટક ભાવ આગામી બે સપ્તાહમાં સ્થિર થવા જોઈએ. વરસાદના કારણે પાકને ભારે નુકસાન થતાં ભાવમાં ભારે વધારો થયો છે. ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા જાળવવામાં આવેલા ડેટા અનુસાર, ઘણી જગ્યાએ ટામેટાંના છૂટક ભાવ 50થી 106 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે ચાલી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ આવી જ સ્થિતિ છે. આંકડાકીય માહિતી અનુચાર, દિલ્હીમાં ટામેટાં 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. અન્ય મેટ્રો સિટીમાં છૂટક ભાવ 2 જૂનના રોજ ઊંચા સ્તરે હતા. ગુરુવારે મુંબઈ અને કોલકાતામાં ટામેટાં 77 રૂપિયા પ્રતિ કિલો અને ચેન્નાઈમાં 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયા હતા.’

ફાઈલ ફોટો

સુધાંશુ પાંડેએ પત્રકારોને જણાવ્યું હતું કે, દિલ્હીમાં ટામેટાંના ભાવ સ્થિર છે. દક્ષિણ ભારતમાં સ્થાનિક વરસાદને કારણે પાકને થયેલા નુકસાનને કારણે ટામેટાના ભાવમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, સરકાર આ મામલે રાજ્યો સાથે ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે, તે (કિંમત) આગામી બે અઠવાડિયામાં ભાવ સ્થિર થવા જોઈએ. સેક્રેટરીએ ઉલ્લેખ કર્યો કે, ડુંગળીનું ઉત્પાદન અને ઉપયોગ પણ ગયા વર્ષની સરખામણીએ વધુ છે. શિયાળાની સિઝનમાં અત્યાર સુધીમાં 52,000 ટનની ખરીદી કરી છે. જે ગયા વર્ષના 30,000 ટન કરતાં ઘણી વધુ છે.

Back to top button