ગૃહિણીઓના બજેટ પર વધુ એક માર પડ્યો, સીંગ તથા કપાસિયા તેલના ભાવમાં વધારો
- હોળી-ધૂળેટી આવતા ગૃહિણીઓના બજેટ વઘી જશે
- ખાદ્યતેલના ભાવ વધારાને અંકુશમાં રાખવામાં પુરવઠા વિભાગ નિષ્ફળ
- સીંગતેલના ડબ્બાનો ભાવ 2740થી વધીને 2840 પર પહોંચ્યો
ગૃહિણીઓના બજેટ પર વધુ એક માર પડ્યો છે. જેમાં સીંગ તથા કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. હોળી-ધૂળેટી આવતા ગૃહિણીઓના બજેટ વઘી જશે. તેમાં સીંગતેલ-કપાસિયા તેલના ભાવમાં રૂ.100નો વધારો કરવામાં આવ્યો છે. તેમાં સીંગતેલના ડબ્બાનો ભાવ 2740થી વધીને 2840 પર પહોંચ્યો છે.
આ પણ વાંચો: યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમની તૈયારી પુરજોશમાં, પાંચ લાખ લાડુ તૈયાર કરાયા
કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1640થી વધીને 1740 થયો
કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1640થી વધીને 1740 થયો છે. રાજકોટ સીંગતેલમાં ડબ્બામાં સટ્ટાકીય ભાવ વધારો નોંધાયો છે. જેમાં સીંગતેલ અને કપાસિયા તેલમાં 110 થી 140 રૂપિયાનો પ્રતિ ડબ્બે વધારો નોંધાયો છે. તેથી સીંગતેલ ડબ્બો 2740 થી વધીને 2840 સુધી પહોંચી ગયો છે. તેમજ કપાસિયા તેલનો ડબ્બો 1640 થી વધીને 1740 ને પાર પહોંચી ગયો છે. એક સપ્તાહમાં ડિમાન્ડ ન હોવા છતા સટોડિયાઓ દ્વારા કૃત્રિમ ભાવ વધારો કરી નાખ્યો હોવાનું અનુમાન છે.
બારમાસી સીંગતેલની સીઝન પૂર્ણ થતા ભાવ વધારો થયો
બારમાસી સીંગતેલની સીઝન પૂર્ણ થતા ભાવ વધારો થયો છે. જેમાં તાજેતરમાં જ સીંગતેલના ભાવમાં ડબ્બે રૂ. 50નો વધારો કરવામાં આવ્યો હતો. તેથી સીંગતેલ તેલના ડબ્બાનો ભાવ રૂ.2720એ પહોંચ્યો હતો. તથા કપાસિયા તેલમાં ડબ્બે 60 રૂપિયાનો વધારો થયો હતો. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.1590એ પહોંચ્યો હતો. સીંગતેલ નવા ટીનનો ડબ્બો 2670 માં 50 રૂપિયા વધીને 2720 રૂપિયા થયા હતા. તેમજ કપાસિયા તેલનો ડબ્બો 1530 હતો જેમાં 60 રૂપિયા વધીને 1590 થયા હતા. સીંગતેલમાં ધીમી ગતિએ ભાવ વધારો યથાવત રહેવાના એંધાણ છે. તેમજ ખાદ્યતેલના ભાવ વધારાને અંકુશમાં રાખવામાં પુરવઠા વિભાગ નિષ્ફળ રહ્યું છે.