ગૌતમ અદાણીને વધુ એક ફટકો હવે ફ્રાંસની કંપનીએ રોકાણ જ અટકાવી દીધું
ગૌતમ અદાણી વિરુદ્ધ આક્ષેપ કરતા હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપને એક બાદ એક મોટુ નુકશાન થવા લાગ્યું છે. જેના કારણે અદાણીગ્રુપનો સાથ લોકો છોડવા લાગ્યા છે. રોકાણકારોને અદાણીગ્રુપમાં રોકાણ કરવામાં નુકશાનનુ જોખમ લાગી રહ્યું છ. જેના કારણે અદાણીગ્રુપ સાથે રોકાણ કરતી કંપનીઓ તેનો સાથ છોડી રહી છે. ત્યારે ફ્રાન્સની એક કંપનીએ પણ અદાણી ગ્રૂપને મોટો ઝટકો આપ્યો છે.
ફ્રાન્સની કંપનીએ હાઇડ્રોજન પ્રોજેક્ટમાં રોકાણ કરવાની પાડી
અદાણી ગ્રૂપના સૌથી મોટા વિદેશી રોકાણકારોમાંના એક ફ્રાન્સની ટોટલ એનર્જીએ હાઈડ્રોજન પ્રોજેક્ટમાં અદાણી ગ્રૂપ સાથેની ભાગીદારી કરવાની ના પાડી દીધી છે. ફ્રાન્સની આ કંપનીએ અદાણી ગ્રૂપના 50 અબજ ડોલરના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં પ્રસ્તાવિત મૂડીરોકાણ કરવાની યોજના બનાવી હતી. અને ગત વર્ષે જૂન મહિનામાં ફ્રાન્સની ઓઇલ કંપની દ્વારા અદાણી ગ્રૂપના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં 25 ટકા હિસ્સો ખરીદવા માટે ભાગીદારીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતું હિંડનબર્ગના રિપોર્ટ બાદ ટોટલ એનર્જીએ મૂડીરોકાણની યોજના હાલ અટકાવી દેતા રોકાણ કરવાની ના પાડી દીધી છે.
કંપનીએ હજુ સુધી કરાર પર હસ્તાક્ષર કર્યા નથી
કંપનીના અધિકારીએ જણાવ્યું હતુ કે, અદાણી ગ્રૂપ સાથેની ભાગીદારીની જાહેરાત ગયા વર્ષે જૂનમાં કરવામાં આવી હતી પરંતુ કંપનીએ હજુ સુધી કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. જૂન 2022માં કરાયેલી જાહેરાત અનુસાર, ટોટલનેર્જીસે અદાણી ગ્રુપની કંપની અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL)માં 25 ટકા હિસ્સો લેવાની હતી. આ પેઢી ગ્રીન હાઇડ્રોજન પર્યાવરણમાં 10 વર્ષ માટે લગભગ 50 બિલિયન ડોલરનું રોકાણ કરી રહી છે. પરંતુ કંપની દ્વારા જ્યાં સુધી આરોપો સ્પષ્ટ ન થાય ત્યાં સુધી હાઇડ્રોજન પ્રોજેક્ટને રોકી દેવામાં આવ્યો છે. ટોટલ એનર્જીઝ કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરાયેલા આક્ષેપો પર જૂથ દ્વારા ચાલી રહેલી ઓડિટ તપાસના પરિણામોની રાહ જોશે.
આ પણ વાંચો : કપાસના ભાવ નીચે જતા ખેડૂતોમાં રોષ, કપાસને સળગાવી દેવાની ચીમકી ઉચ્ચારી