કોંગ્રેસને વધુ એક ઝટકો: નેતા ગૌરવ વલ્લભનું પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું
- સનાતન વિરોધી નારા લગાવી શકતો નથી અને સવાર-સાંજ દેશના વેલ્થ ક્રિએટર્સને ગાળો આપી શકતો નથી: ગૌરવ વલ્લભ
નવી દિલ્હી, 4 એપ્રિલ: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા ગૌરવ વલ્લભે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ પત્ર લખીને પાર્ટી છોડવાનું કારણ સમજાવ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાજીનામું આપતી વખતે તેમણે પાર્ટી છોડવાનું કારણ પણ આપ્યું છે. તેમણે કહ્યું છે કે, તેઓ સનાતન વિરોધી સૂત્રોચ્ચાર કરી શકતા નથી કે સવાર-સાંજ દેશના વેલ્થ ક્રિએટર્સને (સંપત્તિ સર્જકો) ગાળો આપી શકતા નથી. તેથી તેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદની સાથે તમામ હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યા છે.
कांग्रेस पार्टी आज जिस प्रकार से दिशाहीन होकर आगे बढ़ रही है,उसमें मैं ख़ुद को सहज महसूस नहीं कर पा रहा.मैं ना तो सनातन विरोधी नारे लगा सकता हूं और ना ही सुबह-शाम देश के वेल्थ क्रिएटर्स को गाली दे सकता.इसलिए मैं कांग्रेस पार्टी के सभी पदों व प्राथमिक सदस्यता से इस्तीफ़ा दे रहाहूं pic.twitter.com/Xp9nFO80I6
— Prof. Gourav Vallabh (@GouravVallabh) April 4, 2024
ગૌરવ વલ્લભે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં કહ્યું, ‘હું ભાવુક છું. મન વ્યથિત છે. મારે ઘણું કહેવું છે અને લખવું છે. પરંતુ, મારા મૂલ્યો મને એવું કંઈપણ કહેવાની પરવાનગી આપતા નથી જેનાથી બીજાને દુઃખ થાય. તેમ છતાં, આજે હું મારા વિચારો તમારી સમક્ષ મૂકી રહ્યો છું, કારણ કે મને લાગે છે કે સત્ય છુપાવવું એ પણ ગુનો છે, અને હું આ ગુનાનો ભાગ બનવા માંગતો નથી.
ઉલ્લેખનીય છે કે, ગૌરવ વલ્લભ રાજસ્થાનના ઉદયપુર અને ઝારખંડના જમશેદપુરથી વિધાનસભા ચૂંટણી લડી ચુક્યા છે. જો કે તેને બંને જગ્યાએથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને અર્થશાસ્ત્રના પ્રોફેસર રહી ચૂક્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા સાથેની તેમની એક ચર્ચા વાયરલ થઈ હતી, જેમાં તેમણે પાત્રાને પૂછ્યું હતું કે, ‘એક ટ્રિલિયનમાં કેટલા શૂન્ય હોય છે.’
પાર્ટીના વલણથી અસ્વસ્થ હતા
કોંગ્રેસ પ્રવક્તાએ આગળ લખ્યું કે, ‘હું ફાયનાન્સનો પ્રોફેસર છું. કોંગ્રેસ પાર્ટીનું સભ્યપદ મેળવ્યા બાદ પાર્ટીએ તેમને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવ્યા. ઘણા મુદ્દાઓ પર પાર્ટીનું વલણ દેશના મહાન લોકો સમક્ષ બળપૂર્વક રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હું પાર્ટીના સ્ટેન્ડથી અસ્વસ્થતા અનુભવી રહ્યો છું. જ્યારે હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો ત્યારે હું માનતો હતો કે કોંગ્રેસ દેશની સૌથી જૂની પાર્ટી છે. જ્યાં યુવા, બૌદ્ધિક લોકો અને તેમના વિચારોનું મૂલ્ય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મને સમજાયું કે પાર્ટીનું હાલનું સ્વરૂપ નવા વિચારો ધરાવતાં યુવાનો સાથે પોતાને સમાયોજિત કરવામાં સક્ષમ નથી.
કાર્યકર તેના નેતાને સીધા સૂચનો આપી શકતા નથી: ગૌરવ વલ્લભ
ગૌરવ વલ્લભે પોતાના પત્રમાં લખ્યું કે, ‘પાર્ટીનું ગ્રાઉન્ડ લેવલ કનેક્ટ સંપૂર્ણપણે તૂટી ગયું છે, જે નવા ભારતની આકાંક્ષાને બિલકુલ સમજી શકતું નથી. જેના કારણે ન તો પાર્ટી સત્તામાં આવી શકી છે કે ન તો મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવી શકી છે. આ મારા જેવા કાર્યકરને નિરાશ કરે છે. મોટા નેતાઓ અને તળિયાના કાર્યકરો વચ્ચેની ખાઈ પૂરી કરવી ખૂબ જ મુશ્કેલ છે, જે રાજકીય રીતે જરૂરી છે. જ્યાં સુધી કોઈ કાર્યકર તેના નેતાને સીધા સૂચનો ન આપી શકે ત્યાં સુધી કોઈ સકારાત્મક પરિવર્તન શક્ય નથી.
આ પણ જુઓ: કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ હેમા માલિની પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી, ભાજપ ભડકી