ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

MPમાં કોંગ્રેસને વધુ એક ફટકો: MLA નિર્મલા સપ્રે કોંગ્રેસ છોડીને BJPમાં જોડાયા

Text To Speech
  • નિર્મલા સ્પ્રેએ રાહતગઢમાં ભાજપનું સભ્યપદ લીધું
  • સીએમની સભા દરમિયાન થઈ આ વાતની જાણ

નવી દિલ્હી, 5 મે 2024, દેશમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ કોંગ્રેસને એક પાછી એક ઝટકો લાગી રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસને સૌથી વધુ ફટકો પડ્યો છે. બીનાથી કોંગ્રેસના ધારાસભ્ય નિર્મલા સપ્રે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. આ સમાચારથી બધા ચકિત થઈ ગયા છે.

નિર્મલા સ્પ્રેએ રાહતગઢમાં ભાજપનું સભ્યપદ લીધું
લોકસભા ચૂંટણીની શરૂઆતથી જ પ્રદેશ કોંગ્રેસના અનેક મોટા નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ સમયે પણ ફરી એકવાર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસ માટે આ ફટકો ઘણો મોટો હોઈ શકે છે. કારણ કે કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. નિર્મલા સ્પ્રેએ રાહતગઢમાં સીએમ મોહન યાદવની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું છે. નિર્મલા સપ્રેએ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને બે વખતના ધારાસભ્ય મહેશ રાયને 6000થી વધુ મતથી હરાવ્યા હતા.

નિર્મલા સપ્રેએ ભાજપમાં જોડવાનું કારણ કહ્યું
ભાજપમાં જોડાયા બાદ વિધાનસભ્ય નિર્મલા સપ્રેએ કહ્યું કે થોડા દિવસો પહેલા મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જીતુ પટવારીએ મહિલાઓના સન્માનમાં કંઈક ખોટું કહ્યું હતું, હું પણ અનામત વર્ગની મહિલા ધારાસભ્ય છું અને તેમના શબ્દોથી મને દુઃખ થયું છે, તેથી હું ભાજપને પસંદ કર્યું કારણ કે અહીં મહિલાઓનું સન્માન થાય છે. બધાને આ વાતની જાણ સીએમની સભા દરમિયાન જ થઈ હતી.

આ પણ વાંચો..દિલ્હી કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપનાર અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાયા

Back to top button