ગુજરાતચૂંટણી 2022

કોંગ્રેસને વધુ એક ઝટકો, ગુજરાત કોંગ્રેસના મહામંત્રીએ અનેક નેતાઓ સાથે આપ્યા રાજીનામા

Text To Speech

ગુજરાતમાં એકબાજુ ચૂંટણીનો રંગ જામ્યો છે તો બીજી તરફ પક્ષ પલટાની મૌસમ ચાલી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કેટલાક નારાજ નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. આજે ફરી કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. મળતી માહિતી મુજબ ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી બ્રિજેશ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. કોંગ્રેસના મહામંત્રી સિવાય પણ અનેક રાજીનામાં પડ્યા છે. જેમાં જયેશ પટેલ, રવિ પટેલ, ધવલ પટેલ, નિકુંજ ગજેરા સહિતના 25થી વધુ યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તમામે યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા અને કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામા મોકલી આપ્યા છે. આણંદના પેટલાદમાં બે આગેવાનોએ કોંગ્રેસ છોડ્યું છે. દંતાલી ગામના પૂર્વ સરપંચ અને ઉપ સરપંચે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. સ્વામી સચિદાનંદ આશ્રમ ખાતે બંને આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

GUJARAT CONGRESS

પાટીદાર આંદોલન સમયથી જ હાર્દિકની ખાસ નજીક

બ્રિજેશ પટેલે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. બ્રિજેશ પટેલ છેલ્લા ઘણા સમયથી પક્ષથી નારાજ હતા. નારાજગીને લઇ બ્રિજેશ પટેલે કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. પાટીદાર આંદોલન સમયથી જ હાર્દિક પટેલની સાથે રહેલા બ્રિજેશ મેરજા તેમની ખાસ નજીક ગણવામાં આવે છે.

કામિનીબા ભાજપમાં જોડાયા

છેલ્લા દિવસોમાં કોંગ્રેસમાંથી ઘણા દિગ્ગજ નેતાઓએ રાજીનામા આપી દીધા છે. ગઈ કાલે દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસમાંથી ટિકિટ ન આપતા કામિનીબા નારાજ હતા અને કામિનીબા રાઠોડે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ 21 નવેમ્બરે અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું અને ગતરોજ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

આ પણ વાંચો : રીવાબાને તેમની અટક બદલવાનો પણ સમય નથી મળ્યો, રીવાબા હજુ પણ હરદેવસિંહ સોલંકી છે – નયનાબા

Back to top button