ગુજરાતમધ્ય ગુજરાત

કોંગ્રેસને વધુ એક ઝટકો ! પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ કેસરિયો ધારણ કરશે

Text To Speech

ગુજરાતમાં કોંગ્રેસની એક સાંધે ત્યા તેર તુટે જેવી સ્થિતી થઈ ગઈ છે. એક બાદ એક ધારાસભ્યો કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર કોંગ્રેસને વધુ એક ઝટકો પડવા જઈ રહ્યો છે. સંખેડાના પૂર્વ MLA ધીરુભાઈ ભીલ ભાજપમાં જોડાશે તેવી વિગતો સામે આવી રહી છે. આદિવાસી વિસ્તારમાં મજબુત પકડ ધરાવતા ધીરુભાઈ ભીલના ભાજપમાં જવાથી કોંગ્રેસને મોટુ નુકસાન થયું છે.

પૂર્વ MLA ધીરુભાઈ ભીલ ભાજપમાં જોડાશે

મળતી માહીતી મુજબ છોટાઉદેપુર કોંગ્રેસને મોટો ઝટકો પડવા જઈ રહ્યો છે. સંખેડાના પૂર્વ MLA ધીરુભાઈ ભીલ ભાજપમાં જોડાશે તેવી માહિતી સામે આવી રહી છે. ધીરુભાઈના ભાજપમાં જવાથી ભાજપને મોટો ફાયદો થઈ શકે છે. ધીરુભાઈ પટેલ પોતાના વિસ્તારમાં મજબુત પકડ ધરાવે છે.તેઓ છ વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. આ છ પૈકી ચાર વખત ધીરુભાઈ વિજેતા થયા હતા.

કોંગ્રેસ -humdekhengenews

આદિવાસી વિસ્તારમાં મજબુત પકડ બનાવવા ભાજપની કવાયત

ભાજપે લોકસભા પહેલા આદિવાસી વિસ્તારમાં પકડ મજબૂત કરવા કવાયત હાથ ધરી છે. ધીરુભાઈના ભાજપમાં જવાથી ભાજપની આદિવાસી વિસ્તારમાં પકડ મજબૂત બનશે.જાણકારી મુજબ ધીરુભાઈ સાથે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાશે.

 આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલના પુત્રની તબિયતને લઈને હોસ્પિટલે જાહેર કર્યું હેલ્થ બુલેટિન

Back to top button