ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અરવિંદ કેજરીવાલને વધુ એક ઝટકો, HCએ માનહાનિનો કેસ રદ્દ કરવાનો ઇનકાર કર્યો

Text To Speech
  • કેજરીવાલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને 2019માં દાખલ કરેલા કેસને રદ્દ કરવાની માંગ કરી હતી 

નવી દિલ્હી, 2 સપ્ટેમ્બરઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે સોમવારે વધુ એક ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી કેજરીવાલ વિરૂદ્ધ દાખલ માનહાનિના કેસને રદ્દ કરવાનો ઈન્કાર કરી દીધો છે. કેજરીવાલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને 2019માં બીજેપી નેતા રાજીવ બબ્બરે દાખલ કરેલા કેસને રદ્દ કરવાની માંગ કરી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા રાજીવ બબ્બરે સીએમ કેજરીવાલ, આતિશી, સુશીલ કુમાર ગુપ્તા અને મનોજ કુમાર વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

 

ભાજપના નેતાનો દાવો શું છે?

રાજીવ બબ્બરે અરવિંદ કેજરીવાલ અને આતિશી સહિત અન્ય AAP નેતાઓ વિરુદ્ધ ભાજપને બદનામ કરવાનો આરોપ લગાવીને માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે કેજરીવાલ અને આતિશીના એ દાવા પર આવું કર્યું જેમાં AAP નેતાઓએ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, પાર્ટીએ દિલ્હીની મતદાર યાદીમાંથી 30 લાખ નામ હટાવ્યા છે, જેમાં મુખ્યત્વે ‘બનિયા, મુસ્લિમ’ સમુદાયના લોકો હતા.

બબ્બરે કહ્યું હતું કે,  મતદાર યાદીમાંથી નામ હટાવવા માટે પાર્ટીને દોષી ઠેરવીને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. માર્ચ 2019માં, એક મેજિસ્ટ્રેટે આ કેસમાં CM કેજરીવાલ અને અન્યોને સમન્સ જારી કર્યા હતા. AAP નેતાઓએ સમન્સના આદેશ સામે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જોકે, સેશન જજે સમન્સને યથાવત રાખ્યું હતું. આ પછી આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

આ પણ જૂઓ: ED દ્વારા દરોડા અને પૂછપરછ બાદ અમાનતુલ્લા ખાનની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

Back to top button