T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટસ

વર્લ્ડ કપમાં વધુ એક મોટો અપસેટ : પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી લગભગ બહાર, બાબરે કરી ટીમની ટીકા

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ મોટા અપસેટનો શિકાર બની હતી. ગુરુવારે પર્થમાં રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાનનો 1 રનથી પરાજય થયો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 8 વિકેટે 130 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 8 વિકેટે 129 રન જ બનાવી શકી હતી. આ હાર સાથે પાકિસ્તાન સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે.

આ પણ વાંચો : નેધરલેન્ડ સામે ભારતની 56 રનથી જીત : ગ્રુપ 2નાં ટેબલમાં નંબર-1 પર પહોંચ્યું ભારત 

ઝિમ્બાબ્વે સામેનાં પરાજય બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે સ્વીકાર્યું કે ઝિમ્બાબ્વેના હાથે હાર બાદ તેની ટીમ માટે T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરવું મુશ્કેલ બની ગયું છે. ભારતની સતત 2 જીત બાદ, પાકિસ્તાનના કેપ્ટનનું માનવું હતું કે સેમિફાઇનલમાં જવાનો રસ્તો તેના માટે મુશ્કેલ બની ગયો છે અને હવે તેમણે તેના માટે તમામ પ્રયાસો કરવા પડશે. ઝિમ્બાબ્વેના હાથે શરમજનક હાર બાદ બાબર આઝમે કહ્યું કે આ તેના માટે ખૂબ જ નિરાશાજનક બાબત છે.

PAK vs ZIM- Hum Dekhenge News (1)
કેપ્ટન બાબર આઝમે પાકિસ્તાનના બેટ્સમેનોની ટીકા કરી હતી.

પાકિસ્તાનનો ફ્લોપ બેટિંગ ઓર્ડર  

પાકિસ્તાનનાં કેપ્ટન બાબર આઝમે કહ્યું હતું કે હવે કોઈ બહાનું નહીં ચાલે, અમે સારું નથી રમી રહ્યા એ અમારે સ્વીકારવું પડશે. અમે આના કરતા ઘણી સારી ટીમ છીએ. અમે સારી બોલિંગ કરી, પરંતુ અમે બેટિંગમાં ચૂક કરી. ઓપનરો વહેલા આઉટ થઈ ગયા અને પછી શાન મસૂદ અને શાદાબ ખાનના આઉટ થયા પછી અમારી ટીમ લડખડાઈ ગઈ. અમારી પ્રથમ છ ઓવર પણ ખરાબ રહી હતી, પરંતુ શાદાબ અને શાને ભાગીદારી કરી હતી જે કમનસીબે શાદાબ, આઉટ થયો અને પછી બેક ટુ બેક વિકેટો પડી અને બેટિંગ પર દબાણ વધ્યું હતું. આ ઉપરાંત અમે પ્રથમ છ ઓવરમાં નવા બોલનો સારો ઉપયોગ કરી રહ્યા નથી. જે અમારે કરવો જોઈએ. જો કે, અંતે  બાબરે વચન આપ્યું હતું કે પાકિસ્તાન તેમની ભૂલોમાંથી શીખશે અને T20 વર્લ્ડ કપની આગામી મેચોમાં મજબૂત લડત આપશે.

ઝિમ્બાબ્વે સામેની હાર બાદ બાબર આઝમ ટ્રોલ થયો

T20 વર્લ્ડ કપમાં તેની ટીમને ઝિમ્બાબ્વે સામે 1 રનથી આઘાતજનક હારનો સામનો કરવો પડ્યો તે પછી કેપ્ટન બાબર આઝમે પાકિસ્તાનના બેટ્સમેનોની ટીકા કરી હતી. ઝિમ્બાબ્વે સામેની હાર બાદ બાબર આઝમ ટ્રોલ થયો હતો. પાકિસ્તાનની હાર બાદ બાબર આઝમની જૂની ટ્વિટ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ હતી, જેમાં તેણે વિરાટ કોહલીના ખરાબ ફોર્મ દરમ્યાન તેનાં સમર્થનમાં ‘This Too Shall Pass’ લખીને ટ્વિટ કરી હતી, જેને યુઝર્સ તેનાં ફોર્મને લઈને રી ટ્વિટ કરી બાબર આઝમને ટ્રોલ કરી રહ્યાં છે.

હવે રન રેટ પર ધ્યાન આપવું પડશે

ભારતીય ટીમના રન રેટનો ગ્રાફ વધી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમ પણ જીતી રહી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ છે. આ સ્થિતિ પર બાબરે કહ્યું કે હજુ 3 મેચ બાકી છે. સેમિફાઇનલની રેસમાં રહેવા માટે ત્રણેય મેચો જીતવી પડશે. આ દરમિયાન રન રેટનું પણ ધ્યાન રાખવું પડશે.

Back to top button