ભારત દ્વારા આયોજિત ICC ODI વર્લ્ડ કપ 2023માં ત્રણ દિવસમાં બે મોટા અપસેટ થયા છે. 15 ઓક્ટોબરે અફઘાનિસ્તાને વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું હતું. હવે મંગળવારે (17 ઓક્ટોબર) નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને 38 રને હરાવ્યું છે. ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં નેધરલેન્ડની આ ત્રીજી જીત છે. તે અગાઉ નામિબિયા (2003) અને સ્કોટલેન્ડ (2007)ને હરાવી ચૂક્યું છે. હવે આ ટીમે આફ્રિકન ટીમને પણ કારમી હાર આપી છે. નેધરલેન્ડે વર્લ્ડ કપમાં કુલ 23 મેચ રમી હતી, જેમાંથી તેણે 3માં જીત મેળવી હતી.
નેધરલેન્ડે આફ્રિકન ટીમનો વિજય રથ રોક્યો
વર્તમાન વર્લ્ડ કપમાં 3 મેચમાં નેધરલેન્ડની આ પ્રથમ જીત છે. આ પહેલા તે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની બંને મેચમાં હાર્યું હતું. આ હાર સાથે દક્ષિણ આફ્રિકાની ટીમનો વિજય રથ થંભી ગયો છે. ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની આફ્રિકન ટીમે પ્રથમ મેચમાં શ્રીલંકાને અને બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વરસાદના કારણે મેચ મોડી શરૂ થઈ હતી. આ કારણોસર મેચ 43-43 ઓવરની રમાઈ હતી. આ પછી નેધરલેન્ડે મેચમાં 8 વિકેટ ગુમાવીને 245 રન બનાવ્યા હતા અને આફ્રિકન ટીમ સામે 246 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકા 42.5 ઓવરમાં 207 રન પર જ સિમિત થઈ ગયું હતું.
આફ્રિકા માટે કોઈ પણ ખેલાડી મોટી ઇનિંગ્સ રમી શક્યો નહી
આફ્રિકાની ટીમ માટે કોઈ પણ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. ટીમ તરફથી ડેવિડ મિલરે 43 રન, કેશવ મહારાજે 40 રન અને હેનરિક ક્લાસને 28 રન બનાવ્યા હતા. જ્યારે નેધરલેન્ડ માટે તમામ બોલરોએ સારી બોલિંગ કરી હતી. ફાસ્ટ બોલર લોગાન વેન બીકે 3 વિકેટ લીધી હતી. જ્યારે ઝડપી બોલર પોલ વાન મીકેરેન, બાસ ડી લીડે અને ડાબા હાથના સ્પિનર રોએલોફ વાન ડેર મર્વેએ 2-2 વિકેટ લીધી હતી.
અગાઉ પણ આફ્રિકા અપસેટનો શિકાર બની હતી
આ પહેલા પણ સાઉથ આફ્રિકા વનડે વર્લ્ડ કપમાં અનેક અપસેટનો શિકાર બની ચૂકી છે. 1999માં ઝિમ્બાબ્વે, 2007 અને 2019માં બાંગ્લાદેશ સામે પરાજય થયો હતો. ગયા વર્ષે પણ 2022 T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે નેધરલેન્ડને પણ ODI વર્લ્ડ કપમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
સાઉથ આફ્રિકાની ઇનિંગ્સની હાઇલાઇટ્સ
પ્રથમ વિકેટ: ક્વિન્ટન ડી કોક (20), વિકેટ- એકરમેન (36/1)
બીજી વિકેટ: ટેમ્બા બાવુમા (16), વિકેટ- વેન ડેર મર્વે (39/2)
ત્રીજી વિકેટ: એઇડન માર્કરામ (1), વિકેટ- વાન મીકરેન (42/3)
ચોથી વિકેટ: રાસી વાન ડેર ડુસેન (4), વિકેટ- વાન ડેર મર્વે (44/4)
5મી વિકેટ: હેનરિક ક્લાસેન (28), વિકેટ- વાન બીક (89/5)
છઠ્ઠી વિકેટ: માર્કો જેન્સેન (9), વિકેટ- વાન મીકરેન (109/6)
7મી વિકેટ: ડેવિડ મિલર (43), વિકેટ- વેન બીક (145/7)
8મી વિકેટ: ગેરાલ્ડ કોએત્ઝી (22), વિકેટ-ડી લીડ (147/8)
9મી વિકેટ: કાગીસો રબાડા (9), વિકેટ- ડી લીડ (166/9)
10મી વિકેટ: કેશવ મહારાજ (40), વિકેટ- વાન બીક (207/10)
એડવર્ડ્સે કેપ્ટનશિપની ઇનિંગ્સ રમી, શાનદાર ફિફ્ટી ફટકારી
આ મેચમાં નેધરલેન્ડે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવીને 245 રન બનાવ્યા હતા. કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. તેણે આફ્રિકન બોલરોનો વર્ગ લીધો અને 69 બોલમાં 78 રનની શાનદાર ઇનિંગ રમી. આ દરમિયાન તેણે 1 સિક્સ અને 10 ફોર ફટકારી હતી. આ સિવાય રોએલોફ વાન ડેર મર્વે 29 રન બનાવ્યા હતા. રોલોફ અને એડવર્ડ્સે મળીને 8મી વિકેટ માટે 37 બોલમાં 64 રનની ભાગીદારી કરી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ઝડપી બોલર કાગીસો રબાડા, માર્કો જાનસેન અને લુંગી એનગિડીએ 2-2 વિકેટ લીધી હતી. સ્પિનર કેશવ મહારાજ અને ઝડપી બોલર ગેરાલ્ડ કોએત્ઝીને 1-1 વિકેટ મળી હતી.
નેધરલેન્ડની ઇનિંગ્સની હાઇલાઇટ્સ
નેધરલેન્ડની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. વિક્રમજીત સિંહ અને મેક્સ ઓ’ડાઉડે પ્રથમ પાંચ ઓવરમાં 21 રન જોડ્યા હતા. પરંતુ 22 રનના સ્કોર પર કાગિસો રબાડાએ વિક્રમજીત સિંહ (2)ને કેચ આપી દીધો. રબાડાનો આ મેચનો પ્રથમ બોલ હતો. માત્ર બે રન ઉમેર્યા બાદ મેક્સ ઓ’ડાઉડ (18) આઉટ થયો હતો. મેક્સ સારી સ્થિતિમાં હોય તેવું લાગતું હતું. તે માર્કો જેન્સનના બોલ પર વિકેટ કીપર ક્વિન્ટન ડી કોકના હાથે કેચ આઉટ થયો હતો.
આ રીતે નેધરલેન્ડની વિકેટો પડી
પ્રથમ વિકેટ: વિક્રમજીત સિંહ (2), વિકેટ- રબાડા (22/1)
બીજી વિકેટ: મેક્સ ઓ’ડાઉડ (18), વિકેટ- જેન્સેન (24/2)
ત્રીજી વિકેટ: બાસ ડી લીડે (2), વિકેટ- રબાડા (40/3)
ચોથી વિકેટ: કોલિન એકરમેન (13), વિકેટ- કોએત્ઝી (50/4)
5મી વિકેટ: સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ (19), વિકેટ- એનગીડી (82/5)
છઠ્ઠી વિકેટઃ તેજા નિદામાનુરુ (20), વિકેટ- જેન્સેન (112/6)
7મી વિકેટ: લોગાન વાન બીક (10), વિકેટ- મહારાજ (140/7)