ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસને વધુ એક મોટો ફટકો! પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલના પુત્રવધૂ ભાજપમાં જોડાયા

Text To Speech
  • અર્ચના પાટીલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો

મુંબઈ, 30 માર્ચ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટીલના પુત્રવધૂ અર્ચના પાટીલ ચાકુરકર આજે શનિવારે ભાજપમાં જોડાઈ ગયા છે. તે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો છે. અર્ચના પાટીલ ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના કાર્યકરોમાં બેચેની વધી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અર્ચના પાટિલની પાર્ટીમાં એન્ટ્રી માટે અશોક ચવ્હાણે મધ્યસ્થી કરી હતી. અર્ચના પાટીલ ચાકુરકર ભાજપમાં જોડાયા તે પહેલા તેમના પતિ બસવરાજ પાટીલ પણ ભાજપમાં જોડાયા હતા. તેમના પહેલા અશોક ચવ્હાણ પણ ભાજપમાં જોડાયા હતા. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતાઓ સતત પાર્ટી છોડી રહ્યા છે. આ પહેલા પણ કોંગ્રેસના ઘણા નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

પૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન શિવરાજ પાટીલ કોણ છે?

શિવરાજ વિશ્વનાથ પાટીલ એક ભારતીય રાજકારણી છે જે 2004 થી 2008 સુધી ગૃહમંત્રી અને 1991થી 1996 સુધી લોકસભાના 10મા સ્પીકર હતા. તેઓ 2010થી 2015 સુધી પંજાબ રાજ્યના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક હતા.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસને છોડીને અન્ય પક્ષોમાં સામેલ થયેલા નેતાઓ કોણ-કોણ?

1. બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા અશોક ચવ્હાણ ફેબ્રુઆરી 2024માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

2. ભૂતપૂર્વ સાંસદ મિલિંદ દેવરાએ પણ જાન્યુઆરી 2024માં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાયા હતા. જેથી કોંગ્રેસ સાથે તેમના પરિવારના 55 વર્ષ જૂના સંબંધોનો અંત આવ્યો હતો.

3. મહારાષ્ટ્રના પ્રભાવશાળી નેતા બાબા સિદ્દીકીએ પણ 8 ફેબ્રુઆરી, 2024ના રોજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને અજિત પવારના નેતૃત્વવાળી NCPમાં જોડાયા હતા.

આ પણ જુઓ: રૂપાલાના નિવેદનનો વિવાદઃ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપ્યું

Back to top button