T-20 વર્લ્ડ કપસ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયાને વધુ એક મોટો ઝટકો : એડમ જંપા બાદ આ ખતરનાક ખેલાડી થયો કોરોના પોઝિટિવ

Text To Speech

ટી-20 વર્લ્ડ કપના સુપર-12 માં ઇંગ્લેન્ડના સામેનાં મુકાબલા પહેલાં ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર પર મેથ્યુ વેડ કોરોનાથી સંક્રમિત થયો છે. તે કોરોના પોઝિટિવ થવાવાળો ઓસ્ટ્રેલિયાના બીજો ખેલાડી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાનાં લેગ સ્પિનર એડમ જંપાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેથી તે ન્યુઝીલેન્ડ સામેની પહેલી મેચ રમી શક્યો ન હતો. જોકે મૈથ્યુ વેડમાં કોરોનાના હલકા લક્ષણો જ છે, અને હાલનાં ICC નાં નિયમો અનુસાર કોરોના સંક્રમિત ખેલાડીઓ પણ મેચ રમી શકે છે, આ મેચમાં મેથ્યુ વેડની રમવાની સંભાવના છે.

આ પણ વાંચો : નેધરલેન્ડ સામે ભારતની 56 રનથી જીત : ગ્રુપ 2નાં ટેબલમાં નંબર-1 પર પહોંચ્યું ભારત 

AUS - Hum Dekhenge News

વૉર્નર અથવા મેક્સવેલ કરી શકે છે વિકેટકીપિંગ

ઇંગ્લેન્ડ સામેની મેચમાં જો મેથ્યુ વેડ નહીં રમે તો ડેવિડ વાર્નર અથવા ગ્લેન મેક્સવેલ વિકેટકીપિંગ કરી શકે છો. જો કે કેપ્ટન એરોન ફિંચ પણ કીપિંગ કરી શકે છે. કેપ્ટન એરોન ફિંચ પહેલા પણ કહ્યું હતું કે ટીમને જરૂર પડશે તો તે વિકેટીપરની જવાબદારી નિભાવશે.

ઓસ્ટ્રેલિયા માટે કરો યા મરોનો મુકાબલો

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ગ્રુપ  Iની મેચ બંને ટીમો માટે નિર્ણાયક છે, કારણ કે હારનાર ટીમ ટૂર્નામેન્ટના નોકઆઉટ તબક્કાની રેસમાંથી વર્ચ્યુઅલ રીતે બહાર થઈ જશે. ઓસ્ટ્રેલિયાને ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચમાં જ ન્યૂઝીલેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં જો ઓસ્ટ્રેલિયન ટીમ ઈંગ્લેન્ડ સામે હારે છે તો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. અત્યારે ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે અને તેનો રન રેટ માઈનસમાં છે. જો કે ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ બાદ આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન સામે ટક્કર લેવાની છે. જ્યારે ઈંગ્લેન્ડ 3 નંબર પર છે, પરંતુ ઓસ્ટ્રેલિયા પછી તેને ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાનો સામનો કરવો પડશે.

Back to top button