ટોપ ન્યૂઝવર્લ્ડ

ઈઝરાયેલની સેના દ્વારા રમજાનની નમાજ અદા કરતા નિર્દોષ પેલેસ્ટાઈનના લોકો ઉપર ફરી હુમલો

Text To Speech
  • અલ-અક્સા મસ્જિદમાં સવારની નમાજ સમયે હુમલો
  • હુમલો કરાયા બાદ મસ્જિદમાં કરાઈ તોડફોડ
  • અગાઉ પણ કરાયો હતો હુમલો

ઈઝરાયેલની સેના સતત પેલેસ્ટાઈનના નમાજીઓને પોતાનો શિકાર બનાવી રહી છે. ગુરુવારે રાત્રે થયેલા હુમલા બાદ શુક્રવારે બીજો હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, પેલેસ્ટિનિયન ઉપાસકોનું એક જૂથ રમઝાનના ત્રીજા શુક્રવારે અલ-અક્સા મસ્જિદમાં સવારની નમાજ અદા કરવા માંગતું હતું. પરંતુ જ્યારે સૈન્ય મસ્જિદમાં ઘૂસ્યું ત્યારે નાસભાગ મચી ગઈ હતી.

ગ્રેનેડથી હુમલો કરી તોડફોડ કરાઈ

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલની સેનાએ આ અઠવાડિયે ઘણી વખત અલ-અક્સા મસ્જિદ પર હુમલો કર્યો છે. રમઝાનની નમાજ માટે એકઠા થયેલા પેલેસ્ટાઈનીઓ પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો સાથે જ મસ્જિદની અંદરના ભાગમાં તોડફોડ કરી હતી. જેના કારણે વિસ્તારમાં તણાવ વધી ગયો છે.

બંને દેશો વચ્ચે તણાવનું વાતાવરણ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કેટલાક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઈઝરાયેલના પોલીસ કર્મચારીઓ પેલેસ્ટાઈનીઓને માર મારી રહ્યા છે. પોલીસની આ કાર્યવાહી બાદ ગાઝા પટ્ટીથી ઈઝરાયેલ તરફ રોકેટ છોડવામાં આવ્યા છે. ઈઝરાયેલે પણ આ હુમલાનો જવાબ આપ્યો છે. તેણે હમાસના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. બંને દેશો વચ્ચે તણાવનું વાતાવરણ છે.

ભૂતકાળમાં પણ થઈ ગયા છે અનેક હુમલા

મહત્વનું છે કે આ વિવાદિત પવિત્ર સંકુલ ઇસ્લામમાં ત્રીજી સૌથી પવિત્ર મસ્જિદ છે, જ્યારે તેને યહુદી ધર્મમાં સૌથી પવિત્ર સ્થળનો દરજ્જો પણ છે, જેને ટેમ્પલ માઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અલ-અક્સા મસ્જિદ વિવાદને કારણે ભૂતકાળમાં ઇઝરાયેલ અને ગાઝાના હમાસ શાસકો વચ્ચે ઘાતક યુદ્ધો થયા છે.

Back to top button