ગુજરાતમાં વધુ એક આંદોલન, 800 જગ્યા પર ભરતીની માંગ માટે ભૂખ હડતાળની ચીમકી

- પહેલી એપ્રિલથી 100 કરતા વધારે લોકો ભૂખ હડતાળ શરૂ
- મુખ્યમંત્રીએ અમને જગ્યાઓ ભરવાનુ આશ્વાસન પણ આપ્યું
- 5500 ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી રહી નથી
ગુજરાત સરકારની સરકારી વીજ કંપનીઓ પૈકીની જીસેક (ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ)માં હેલ્પરની 800 જગ્યાઓ પર ભરતી કરવા માટે સરકાર અને વીજ કંપની દ્વારા અખાડા થઈ રહ્યા છે. ત્યારે હવે ઉમેદવારોએ આજે ભૂખ હડતાળ પર ઉતરી વિરોધ વ્યક્ત કરશે.
મુખ્યમંત્રીએ અમને જગ્યાઓ ભરવાનુ આશ્વાસન પણ આપ્યું
આ માટે આંદોલન ચલાવી રહેલા ઉમેદવારોએ કહ્યું હતું કે, અમે 3 માર્ચે પણ વડોદરા ખાતે જીસેક કંપનીની હેડ ઓફિસની બહાર દેખાવો કર્યા હતા. ત્યારબાદ સરકારને પણ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો હતો. ત્યારે મુખ્યમંત્રીએ અમને જગ્યાઓ ભરવાનુ આશ્વાસન પણ આપ્યું હતું. પરંતુ, જીસેક કંપનીએ ભરતી કરવા માટે કોઈ હિલચાલ શરૂ કરી નથી ત્યારે અમારી પાસે ભૂખ હડતાળ પર બેસવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.
પહેલી એપ્રિલથી 100 કરતા વધારે લોકો ભૂખ હડતાળ શરૂ
પહેલી એપ્રિલથી 100 કરતા વધારે લોકો ભૂખ હડતાળ શરૂ કરશે. જ્યાં સુધી લેખિત આશ્વાસન નહીં મળે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખશે. ઉમેદવારોનું કહેવું છે કે, પરીક્ષા લેવાની જાહેરાત જૂન, 2022માં કરવામાં આવ્યા બાદ પણ 5500 ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી રહી નથી.
આ પણ વાંચો: ગુજરાત : GPSCની પરીક્ષાની તારીખમાં ફેરફાર, જાણો નવી તારીખ












