ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

ઈસરોની પ્રતિષ્ઠામાં વધુ એક છોગું: ચંદ્ર પર ઐતિહાસિક લેન્ડિંગ બદલ વર્લ્ડ સ્પેસ એવોર્ડ જીત્યો

  • આ સિદ્ધિ ભારતને US, રશિયા અને ચીન સહિતના રાષ્ટ્રોના ચુનંદા ગ્રુપમાં સ્થાન આપે છે, જેમણે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે

નવી દિલ્હી, 23 જુલાઇ: ભારતના ચંદ્ર મિશન એવા ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડિંગ કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી, જેથી તેને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ ફેડરેશન દ્વારા પ્રતિષ્ઠિત વર્લ્ડ સ્પેસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. જેને પગલે ચંદ્રયાન-3એ એક ગ્લોબલ સ્પેસ એવોર્ડ જીત્યો છે. આ સિદ્ધિ ભારતને યુ.એસ., રશિયા અને ચીન સહિતના રાષ્ટ્રોના ચુનંદા ગ્રુપમાં સ્થાન આપે છે, જેમણે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે.

 

એક વર્ષ પછી આપવામાં આવી રહ્યું છે આ સન્માન

23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના એક વર્ષ પછી ઈટાલીના મિલાનમાં 75મી ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ કોંગ્રેસના ઉદઘાટન સમારોહ દરમિયાન 14 ઓક્ટોબરે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.  ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ ફેડરેશને આ મિશનની પ્રશંસા કરી હતી અને ગુરુવારે કહ્યું હતું કે, “ઇસરોનું ચંદ્રયાન-3 મિશનએ વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને ખર્ચ પ્રમાણે અસરકારક એન્જિનિયરિંગના સમન્વયનું ઉદાહરણ છે. આ શ્રેષ્ઠતાએ ભારતની પ્રતિબદ્ધતા અને અવકાશ સંશોધન દ્વારા માનવતાને ઓફર કરેલી પ્રચંડ સંભાવનાનું પ્રતીક છે. આ મિશનએ નનવીનતામાં વૈશ્વિક સીમાચિહ્નરૂપ છે, જે ચંદ્રની રચના અને ભૂસ્તરશાસ્ત્રના અગાઉના અદ્રશ્ય પાસાઓને ઝડપથી પ્રગટ કરે છે.”

Apollo11 landing site photographed by 5 countries
Apollo11 landing site photographed by 5 countries

પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન 

ચંદ્રયાન-3ની ઘણી સિદ્ધિઓમાંની એક ભારતના અવકાશ અને પરમાણુ ક્ષેત્રોનું સફળ સંકલન હતું. જેમાં, મિશનનું પ્રોપલ્શન મોડ્યુલ પરમાણુ તકનીક દ્વારા સંચાલિત હતું. ચંદ્રયાન-3ના લેન્ડિંગની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ચંદ્રયાન-3: 5 યાદ રાખવાના મુખ્ય મુદ્દા

  1. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પ્રથમ લેન્ડિંગ: ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ હાંસલ કરવા માટેનું પ્રથમ સફળ મિશન હતું. આ પ્રદેશ વિજ્ઞાનીએ માટે પણ ખાસ રસનો વિષય છે કારણ કે આ પ્રદેશમાં રહેલા કાયમી પડછાયાવાળા ખાડાઓમાં પાણીના બરફની હાજરી રહેલી છે.
  2. ચંદ્રયાન-2નું અનુગામી(Successor): ચંદ્રયાન-3એ ચંદ્રયાન-2ના ફોલો-અપ મિશન તરીકે સેવા પૂરી પાડી હતી, જેનો ઉદ્દેશ ચંદ્ર રોવરને લેન્ડ કરવાનો હતો પરંતુ 2019માં તેને હાર્ડ લેન્ડિંગનો સામનો કરવો પડ્યો હતો. ચંદ્રયાન-3એ તેના પુરોગામી(predecessor) દ્વારા સામનો કરવામાં આવેલા ટેકનિકલ પડકારોને સંબોધિત કર્યા અને ચંદ્રની સપાટી પર લેન્ડર અને રોવર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું.
  3. મિશન માટે મર્યાદિત અવધિ: ચંદ્રના કઠોર વાતાવરણ અને લેન્ડરની મર્યાદાઓને કારણે આ મિશન માત્ર ત્રણ મહિના સુધી ચલાવવા માટે બનાવવામાં આવ્યું હતું. આત્યંતિક તાપમાનનો સામનો કરવા માટે રચાયેલ રોવર્સથી વિપરીત, ચંદ્રયાન-3 લેન્ડર લાંબી ચંદ્ર રાત્રિને સહન કરવા માટે બનાવવામાં આવ્યું ન હતું, જ્યાં તાપમાનમાં ઘટાડો થાય છે.
  4. ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) દ્વારા ડિઝાઇન કરાયેલું: સમગ્ર ચંદ્રયાન-3 મિશનનું આયોજન, વિકાસ અને અમલ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ ભારતની સ્પેસફેરિંગ યાત્રામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે તેમની સ્થાનિક અવકાશ સંશોધન ક્ષમતાઓનું પ્રદર્શન કરે છે.
  5. અલ્પજીવી રોવરની તૈનાતી: મિશનમાં “પ્રજ્ઞાન” નામના છ પૈડાવાળું રોવર તૈનાત કરવામાં આવ્યું હતું, જે ચંદ્રયાન-2માં વપરાતા રોવરનું પુનરાવર્તન છે. જો કે, પ્રજ્ઞાનની કામગીરી લેન્ડરના ત્રણ મહિનાના જીવનકાળ સુધી મર્યાદિત હતી. ભવિષ્યના મિશનના વિસ્તૃત વૈજ્ઞાનિક સંશોધન માટે અને ચંદ્રની રાત્રિમાં ટકી રહેવા માટે સક્ષમ રોવર્સ વિકસ અર્થે ચંદ્રયાન-3માંથી શીખવાનો લાભ લઈ શકાય છે.

આ પણ જૂઓ: મોદી સહિત દુનિયાના નેતાઓ ફેશન શોમાં ભાગ લે તો કેવા લાગે? જૂઓ વીડિયો

Back to top button