ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ગોલ્ડન બોયની વધુ એક સિદ્ધિ : Lausanne Diamond Leagueમાં જીત્યો ગોલ્ડ

Text To Speech

Lausanne Diamond League : નીરજ ચોપરાએ જોરદાર વાપસી કરી છે.જેમાં ગોલ્ડન બોય એટલે નીરજ ચોપરાએ Lausanne Diamond Leagueમાં ફરી ગોલ્ડ જીતીને ઈતિહાસ રચી દીધો છે.નીરજ ચોપરાએ 87.66 મીટરના ભાલો ફેર્કીને ગોલ્ડ જીત્યો છે.

નીરજ ચોપરાએ જીત્યો બીજો ગોલ્ડ

નીરજ ચોપરાના Lausanne Diamond Leagueમાં ગોલ્ડ સાથે ઈતિહાસ રચીને બીજો ગોલ્ડ પ્રાપ્ત કર્યો છે.આ પહેલા મેં મહિનામાં દોહામાં આયોજિત ડાયમંડ લીગનો ખિતાબ જીત્યો હતો. દોહામાં નીરજ ચોપરાએ 88.67 મીટર ભાલો ફેંક્યો હતો.

નીરજ ચોપરાએ અનેક ટુર્નામેન્ટમાં જીત્યા ગોલ્ડ

નીરજ ચોપરાએ લગભગ એક મહિનાની ઈજા બાદ મેદાનમાં પરત ફરીને Lausanne Diamond Leagueમાં ગોલ્ડ જીત્યો છે.અને આ સાથે Lausanne Diamond Leagueમાં નીરજ ચોપરાએ પાંચમાં રાઉન્ડમાં 87.66 મીટર થ્રો ફેકીને આઠમો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીત્યો છે.આ સાથે ગોલ્ડન બોયએ એશિયન ગેમ્સ,ઓલમ્પિક ગેમમાં ઉપરાંત ડાયમંડ લીગમાં ગોલ્ડ જીત્યો છે.

નીરજ ચોપરાએ ફાઉલથી કરી શરૂવાત

પ્રથમ રાઉન્ડ : ફાઉલ

બીજો રાઉન્ડ : 83.52 મીટર

ત્રીજો રાઉન્ડ : 85.02 મીટર

ચોથો રાઉન્ડ : ફાઉલ

પાંચમો રાઉન્ડ : 87.66 મીટરના થ્રો સાથે નીરજ ચોપરા પ્રથમ સ્થાને પહોચી ગયો હતો

છઠ્ઠા અને છેલ્લા રાઉન્ડ : 84.15 મીટર.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

બીજા સ્થાને જર્મનીના જુલિયન

આ ઈવેન્ટમાં જર્મનીના જુલિયન વેબર બીજા સ્થાને રહ્યો હતો. તેણે 87.03 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

ત્રીજા સ્થાને ચેક રિપબ્લિકના જેકબ વડલેજચે

આ Lausanne Diamond Leagueમાં ચેક રિપબ્લિકના જેકબ વડલેજચે ત્રીજા સ્થાને રહ્યા હતા. તેણે 86.13 મીટરનો થ્રો કર્યો હતો.

આ પણ વાંચો : Shardul Thakurએ હેર-સ્ટાઈલ બાબતે વિરાટ કોહલીને પણ આપી ટક્કર

Back to top button