બોટાદ જિલ્લાની અનેરી સિદ્ધિ : CM ડેશબોર્ડ પર સતત ૧૪૦ દિવસથી છે પ્રથમ ક્રમે

- જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયનાં નેતૃત્વ હેઠળ બોટાદની યશ કલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું
- બોટાદે PUBLIC SERVICE SEGMENTમાં વિવિધ સેવાને લગતી કામગરીમાં ૯૦% લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો
- IMPORTATNT SCHEME SEGMENTમાં ૫ણ બોટાદે ૮૦% લક્ષ્યાંક સિદ્ધ કર્યો
બોટાદ, 26 માર્ચ: 2025: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ CM ડેશબોર્ડ થકી રાજ્યના ગ્રામ્ય વિસ્તારો, તાલુકાઓ અને જિલ્લાઓમાં અમલી વિવિધ જન કલ્યાણકારી સેવાઓ પર સીધી નજર રાખવામાં આવે છે. પાયાના સ્તર સુધી કલ્યાણલક્ષી સેવાઓના નિરીક્ષણ માટે સી.એમ. ડેશબોર્ડ આજે અદ્યતન ટેકનોલોજી આધારિત સરકારનું મહત્વનું અંગ બની રહ્યું છે. જે પ્રત્યેક જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરીનો દરેક ક્ષણનો હિસાબ રાખે છે. ડિજિટલ ટેકનોલોજી આધારિત આ પ્લેટફોર્મ પર કામગીરીની થતી સતત અને સર્વાંગી સમીક્ષામાં બોટાદ જિલ્લો રાજ્યભરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યો છે જે દરેક બોટાદવાસી માટે ગૌરવપૂર્ણ બાબત છે. જિલ્લા કલેકટર ડો.જીન્સી રોયની પ્રતિબદ્ધતા અને જિલ્લા તંત્રના કર્મયોગીઓના અપાર પરિશ્રમની ફળશ્રૃતિરૂપે સરકારશ્રીની યોજનાઓના પરિણામલક્ષી અને લોકાભિમુખ અમલમાં છેલ્લા ૧૪૦ દિવસોથી સતત પ્રથમ ક્રમાંક મેળવીને બોટાદે આ સફળતા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત કુલ ૩૬૫ દિવસો પૈકી ૨૨૨ દિવસો એટલે અંદાજિત ૬૧% દિવસો દરમિયાન ટોપ પાંચ જિલ્લાઓમાં સ્થાન જાળવી રાખ્યું છે.
મુખ્યમંત્રીના કાર્યાલય મારફતે CM DASHBOARD PORTAL – RTPMS અંતર્ગત રેવન્યુ, ૫બ્લિક સર્વિસ, વિવિધ વિભાગોની મુખ્ય યોજનાઓ, ડેવલ૫મેન્ટ વર્ક,અન્ય મહત્વની કામગીરી બાબતે દરેક જિલ્લામાં થયેલ કામગીરી મુજબ DAY to DAY જિલ્લાના કલેકટરઓના ક્રમાંક (RANK) આ૫વામાં આવે છે. આ PORTAL હેઠળ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં બોટાદ જિલ્લાએ કુલ ૩૬૫ દિવસો પૈકી ૧૪૦ દિવસો એટલે કે અંદાજિત ૪૦% દિવસોમાં પ્રથમ ક્રમાંક ૫ર રહીને સુવર્ણ સિધ્ધિ હાંસલ કરી છે તેમજ કુલ ૩૬૫ દિવસો પૈકી ૨૨૨ દિવસો એટલે અંદાજિત ૬૧% દિવસો “TOP 5 DISTRICTS”માં સ્થાન જાળવી રાખ્યું છે.
CM DASHBOARD PORTAL– RTPMSમાં સમીક્ષા થતા વિવિધ પાંચ SEGMENTS પૈકી મહેસૂલ વિભાગને લગતી કામગીરીમાં ૯૦% ઉ૫રાંતની કામગરી પૂર્ણ કરી હાલ “REVENUE SEGMENT”માં બોટાદ જિલ્લો પ્રથમ ક્રમાંક ૫ર જળવાઇ રહ્યો છે. ઉ૫રાંત PUBLIC SERVICE SEGMENTમાં જિલ્લામાં વિવિધ સેવાની કામગરીમાં ૯૦% લક્ષ્યાંક પ્રાપ્ત કરી હાલ બોટાદ જિલ્લો પ્રથમ ક્રમ ૫ર છે. આ ઉ૫રાંત “DEVELOPMENT WORK અને IMPORTATNT SCHEME SEGMENT”માં ૫ણ બોટાદ જિલ્લાએ ૮૦% લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે. આજે ડિજિટલ ગુજરાતનો ડિજિટલ બોટાદ જિલ્લો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પારદર્શક વહીવટની કંડારેલી પગદંડી પર લોકકલ્યાણની દિશામાં અવિરતપણે આગળ વધી રહ્યો છે.
આ પણ વાંચો..ગુજરાત: ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરવાના નિર્ણયથી જાણો કેટલા વીજગ્રાહકોને મળી રાહત